મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરનારા આરોપીઓને મળ્યા જામીન

એક્ટર અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરવા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા છે. કોર્ટે ત

અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરનારા આરોપીઓને મળ્યા જામીન

એક્ટર અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરવા મામલે ધરપકડ કરાયેલા આરોપીઓને જામીન મળ્યા છે. કોર્ટે તમામ આરોપીઓને જામીન આપ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે પોલીસે અલ્લુ અર્જુનના ઘરની બહાર પ્રદર્શન કરનારા 6 લોકોની અટકાયત કરી હતી.

પોલીસે આરોપીઓ વિરૂદ્ધ બીએનએસની કલમ 331 (5), 190, 191 (2), 324(2), 292, 126 (2), 131 હેઠળ કેસ નોંધ્યો હતો. સોમવારે આ તમામને મેજિસ્ટ્રેટ સામે હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે પોલીસની રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી અને તમામને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન પર છોડી મુક્યા હતા.

અલ્લુ અર્જુનના ઘરે કર્યું હતું પ્રદર્શન

રિપોર્ટ અનુસાર, એક્ટર અલ્લુ અર્જુનના હૈદરાબાદના જુબલી હિલ્સ સ્થિત ઘરની બહાર રવિવારે ઉસ્માનિયા યૂનિવર્સિટીના વિદ્યાર્થી પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને અલ્લુ અર્જુન વિરૂદ્ધ નારા લગાવ્યા હતા અને સજાની માંગ સાથે પીડિત પરિવારને વધુ વળતર આપવાની માંગ કરી હતી.

1 કરોડ રૂપિયા વળતરની માંગ કરતા હતા પ્રદર્શનકારી

મળતી માહિતી અનુસાર, જ્યારે સુરક્ષાકર્મીઓએ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને એક્ટરના ઘરની અંદર ટામેટા ફેક્યા હતા અને બહાર રહેલા છોડના કુંડાને તોડી નાખ્યા હતા. આ સાથે જ કેટલાક સુરક્ષાકર્મીઓ સાથે મારામારી પણ કરી હતી. કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓ પુષ્પા-2ના પ્રીમિયર દરમિયાન સંધ્યા થિયેટરમાં ભાગદોડમાં મૃત્યુ પામેલી મહિલાના પરિવારને 1 કરોડ રૂપિયા વળતર આપવાની માંગ કરી રહ્યાં હતા.

આ પણ વાંચો: 'હવે સમય આવી ગયો છે...', અલ્લુ અર્જુનના ઘર પર થયેલા હુમલા પર પિતાએ તોડ્યું મૌન

શું છે ઘટના?

4 ડિસેમ્બર, 2024માં પુષ્પા-2 ફિલ્મની સ્ક્રીનિંગ માટે અલ્લુ અર્જુન પોતાની ટીમ સાથે સંધ્યા થિયેટર પહોંચ્યા હતા. આ દરમિયાન ભીડ પણ અલ્લુ અર્જુનને જોવા માટે ભેગી થઇ હતી. અલ્લુ અર્જુન થિયેટરની અંદર ફિલ્મ જોઇ રહ્યો હતો આ દરમિયાન બહાર ભાગદોડમાં એક મહિલાનું મોત થયું હતું અને તેનો 8 વર્ષીય પુત્ર ગંભીર રીતે ઘાયલ થયો હતો. તે બાદ અલ્લુ અર્જુન વિરૂદ્ધ કેટલાક લોકો પ્રદર્શન કરી રહ્યાં છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. અલ્લુ અર્જુન અત્યારે જામીન પર બહાર છે.

આ સમાચાર શેર કરો