મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઉત્તરપ્રદેશ : ઉન્નાવમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર થતા સાત લોકોના કમકમા

ઉત્તરપ્રદેશ : ઉન્નાવમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ અકસ્માત, 7 લોકોના મોત

ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રક અને બસ વચ્ચે ભીષણ ટક્કર થતા સાત લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં રવિવારે ટ્રક અને બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. જ્યારે 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃત્યુઆંક હજી વધી શકે છે.

બાંગરમાઉથી ઉન્નાવ જઈ રહેલી ખાનગી બસ સફીપુર કોતવાલી વિસ્તારના જમાલદીપુર ગામ પાસે પહોંચી હતી. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવતી ટ્રકે તેને સીધી ટક્કર મારી હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. નજરે જોનારાઓએ કહ્યું કે, ટ્રક અને બસના ડ્રાઈવરોએ પહેલા આગળ જવાની હોડ લગાવી હતી અને એકબીજાએ સાઈડ ન આપવાના કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો