દિલ્હીમાં એકલા જ વિધાનસભા ચૂંટણી લડશે AAP, કેજરીવાલની મોટી જાહેરાત
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કે

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે ગઠબંધનનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં આમ આદમી પાર્ટી કોઇની સાથે ગઠબંધન નહીં કરે અને એકલા જ ચૂંટણી લડશે. આ પહેલા કોંગ્રેસે પણ દિલ્હીમાં ગઠબંધનની વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
દિલ્હીમાં એકલા જ ચૂંટણી લડશે AAP
અરવિંદ કેજરીવાલે પોતાના પર થયેલા હુમલાને લઇને પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન કેજરીવાલને દિલ્હી ચૂંટણી માટે ગઠબંધનને લઇને સવાલ પૂછવામાં આવ્યો હતો. કેજરીવાલે જવાબ આપતા કહ્યું કે દિલ્હીમાં કોઇ ગઠબંધન નહીં થાય.
અરવિંદ કેજરીવાલનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે આવતા વર્ષની શરૂઆતમાં જ દિલ્હીની 70 વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાશે. આમ આદમી પાર્ટીનો 70માંથી 62 બેઠક પર કબ્જો છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં મહાયુતિની સરકાર રચવામાં કોકડું ગુંચવાયું, ભાજપ-શિવસેનામાં મંત્રી પદને લઇને ડખા
લોકસભા ચૂંટણીમાં સાથે લડ્યા હતા AAP-કોંગ્રેસ
આ વર્ષની શરૂઆતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ વિરૂદ્ધ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે સાથે મળીને ચૂંટણી લડી હતી પરંતુ તેમ છતા દિલ્હીની સાત લોકસભા બેઠકમાંથી એક પર પણ જીત મળી શકી નહતી. આટલું જ નહીં, કોંગ્રેસે તો એમ પણ કહી દીધુ હતું કે ચૂંટણીમાં હાર આમ આદમી પાર્ટીને કારણે થઇ છે.
હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ન્ને પાર્ટીઓ વચ્ચે બેઠક માટે થયેલા ઝઘડાને કારણે ગઠબંધન થયું નહતું.
AAPને દિલ્હીમાં વખત જીતનો વિશ્વાસ
આમ આદમી પાર્ટીને વિશ્વાસ છે કે જનતા ત્રીજી વખત તેમને જ દિલ્હીમાં સત્તાની ચાવી સોપશે. AAPએ જોરશોરથી ચૂંટણી પ્રચાર પણ શરૂ કરી દીધો છે. આમ આદમી પાર્ટીએ કેટલીક બેઠક પર ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે.








