મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

AAP ધારાસભ્ય અમાનતુલ્લાખાનને મળ્યા જામીન, વકફ બોર્ડ મની લોન્ડ્રિંગ કેસમાં મળી રાહત 

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પ

AAP ધારાસભ્ય અમાનતુલ્લાખાનને મળ્યા જામીન, વકફ બોર્ડ મની લોન્ડ્રિંગ કેસમાં મળી રાહત 

AAP ધારાસભ્ય અમાનતુલ્લા ખાનને વક્ફ બોર્ડ મની લોન્ડરિંગ કેસમાં જામીન મળી ગયા છે. કોર્ટે તેમને 15,000 રૂપિયાના અંગત બોન્ડ પર જામીન આપ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર ન થવા બદલ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ બાબતે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા જારી કરાયેલા સમન્સ પર તેમને રજૂ કરવામાં આવ્યા હતા. ઈડીએ હાલમાં જ દિલ્હી વક્ફ બોર્ડમાં નિમણૂંકોમાં અને તેની મિલકતો ભાડે આપવા સંબંધિત કેસમાં કથિત અનિયમિતતા બાબતે પૂછપરછ માટે હાજર ન થવા અને તપાસમાં ન જોડાવા માટે EDએ તાજેતરમાં તેમની સામે ફરિયાદ દાખલ કરી હતી.

EDએ આ કેસમાં પૂછપરછ માટે અમાનતુલ્લા ખાનને 6 સમન્સ મોકલ્યા હતા. પરંતુ સમન્સ મળ્યા બાદ પણ તે હાજર ન થયા. પરંતુ તેમણે સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ કરી હતી. જો કે, સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલના તેના આદેશમાં ખાનને કોઈ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને ધારાસભ્યને ED સમન્સમાં હાજરી ન આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી, જેના પગલે ઓખલાના ધારાસભ્ય અમાનતુલ્લા ખાન એજન્સી સમક્ષ હાજર થયા હતા.

સુપ્રીમ કોર્ટે તેમને 18 એપ્રિલે તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. 18 એપ્રિલે અમાનતુલ્લા ખાન ED સમક્ષ હાજર થયા બાદ તેમની 13 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી.

શું છે EDનો આરોપ?

તમને જણાવી દઈએ કે, EDએ દાવો કર્યો છે કે અમાનતુલ્લા ખાને દિલ્હી વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી કરીને મોટી રકમ રોકડમાં મેળવી હતી અને તે રકમ પોતાના સહયોગીઓના નામે સ્થાવર મિલકત ખરીદવા માટે રોકાણ કરી હતી. ખાનના ઘરે EDના દરોડા પણ પાડવામાં આવ્યા છે. EDએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે, વક્ફ બોર્ડમાં કર્મચારીઓની ગેરકાયદેસર ભરતી કરવામાં આવી હતી અને ખાને તેમના અધ્યક્ષપદ (2018-2022) દરમિયાન વક્ફ બોર્ડની મિલકતોને ખોટી રીતે લીઝ પર આપીને ગેરકાયદેસર નફો કર્યો હતો.

EDએ જણાવ્યું હતું કે ખાને ઉપરોક્ત ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી રોકડમાં મોટી રકમ મેળવીને તેનું રોકાણ સહયોગીઓના નામે દિલ્હીમાં વિવિધ સ્થાવર મિલકતો ખરીદવામાં કર્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન અનેક ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી, જે મની લોન્ડરિંગ કેસમાં ખાનની ભૂમિકા દર્શાવે છે.

આ સમાચાર શેર કરો