'ભાજપ વોટ ચોર છે, મોદી તેમના નેતા છે', દિલ્હીની હાર બાદ AAP નેતાનો ગુસ્સો ફાટ્યો
દિલ્હીમાં 12 MCD બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ફક્ત ત્રણ બેઠકો જીતવામાં સફળ રહેલી આમ આદમી પાર્ટીએ ફરી એ

દિલ્હીમાં 12 MCD બેઠકો માટે યોજાયેલી પેટાચૂંટણીમાં ફક્ત ત્રણ બેઠકો જીતવામાં સફળ રહેલી આમ આદમી પાર્ટીએ ફરી એકવાર મત ચોરીના આરોપો લગાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે તેમના ઉમેદવાર અશોક વિહાર બેઠક પર પહેલાથી જ જીતી ચૂક્યા હતા, પરંતુ મતગણતરી બાદ ભાજપને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. આનાથી ગુસ્સે થયેલા AAPના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહે દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને "મુખ્ય ચોર કમિશનર" કહ્યા.
ભાજપે રિકાઉન્ટિંગમાં જીત મેળવીભાજપે રિકાઉન્ટિંગમાં જીત મેળવી
આપના દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજ દ્વારા કરાયેલી ટ્વીટ શેર કરતા સંજય સિંહે લખ્યું, "ભાજપ વોટ ચોર છે, મોદી તેમના નેતા છે. જ્ઞાનેશ કુમાર "મુખ્ય ચોર કમિશનર" છે. સંજય સિંહે અગાઉ ઘણી વખત મુખ્ય ચૂંટણી કમિશનર પર હુમલો કર્યો છે અને તેમને અજ્ઞાનેશ કુમાર પણ કહી ચૂક્યા છે. અશોક વિહાર બેઠક પર આપની હાર બાદ સૌરભ ભારદ્વાજે ગેરરીતિઓનો આરોપ લગાવ્યો હતો. તેમણે લખ્યું, "અશોક વિહાર બેઠક - આમ આદમી પાર્ટી જીતી, આ વેબસાઇટ પર પરિણામ છે, હવે તેઓ કહી રહ્યા છે કે ભાજપે રિકાઉન્ટિંગમાં જીત મેળવી. આ કેવી રીતે હોઈ શકે?
જનાદેશ ચોરી લેવા માટે તમામ પ્રયાસો
દિલ્હીના પૂર્વ સીએમ આતિશીએ જનાદેશ ચોરીનો આરોપ લગાવતા કહ્યું, "અશોક વિહાર વોર્ડમાં લોકતંત્ર સાથે છેડછાડ કરવામાં આવી? વેબસાઇટ પર સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આમ આદમી પાર્ટી જીતી ગઈ.પરંતુ અચાનક રિકાઉન્ટિંગના નામે પરિણામો બદલી નાંખ્યા. ભાજપ દિલ્હીના લોકોનો જનાદેશ ચોરી લેવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.
12 MCD વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીઓમાં BJP એ સાત, આમ આદમી પાર્ટીને ત્રણ, જ્યારે કોંગ્રેસ અને ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકને એક-એક સીટ મળી હતી. આ મ્યુનિસિપલ પેટાચૂંટણીઓ ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી હતી, કારણ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં દિલ્હીમાં સત્તામાં આવ્યા પછી આ પહેલી મોટી ચૂંટણી હતી. 30 નવેમ્બરે જે 12 વોર્ડમાં મતદાન થયું હતું તેમાંથી નવ વોર્ડ ભાજપ પાસે હતા, બાકીના AAP પાસે હતા.






