મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

સ્વાતિ માલીવાલ મુદ્દે આપ નેતા અતિશીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું ‘આખું ષડયંત્ર ભાજપનું’

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્ત

સ્વાતિ માલીવાલ મુદ્દે આપ નેતા અતિશીની પ્રેસ કોન્ફરન્સ, કહ્યું ‘આખું ષડયંત્ર ભાજપનું’

આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂકના મામલાનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્વાતિ માલીવાલ સીએમ હાઉસની અંદર બેઠી જોવા મળી રહી છે, જ્યાં કેટલાક કર્મચારીઓ તેમને બહાર જવા માટે કહે છે. આ દરમિયાન તે બિભવ પર ગુસ્સે થઈ રહી છે. આ વીડિયો સામે આવ્યા બાદ આપ નેતા અને મંત્રી અતિશીએ આ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

આપ નેતા અને મંત્રી અતિશીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, ‘સ્વાતિ માલીવાલ ભાજપના કાવતરાના ભાગરૂપે આક્ષેપો કરી રહી છે. સીએમ કેજરીવાલના પીએ વિભવ કુમારે સ્વાતિ માલીવાલ વિરુદ્ધ ક્રોસ ફરિયાદ દાખલ કરી છે.’ 

આપ નેતા અને મંત્રી અતિશીએ કહ્યું કે, "જ્યારથી અરવિંદ કેજરીવાલને જામીન મળ્યા છે. ત્યારથી ભાજપ નર્વસ થઈ ગયું છે અને તેના કારણે ભાજપે ષડયંત્ર રચ્યું છે. સ્વાતિ માલીવાલને 13 મેની સવારે મોકલવામાં આવી હતી. સ્વાતિ માલીવાલ ભાજપના ષડયંત્રના પ્યાદુ છે. તેમનો ઈરાદો મુખ્યમંત્રી પર આરોપો લગાવવાનો હતો. તે સમયે મુખ્યમંત્રી ઉપલબ્ધ ન હતા. તેથી જ તેઓ બચી ગયા. ત્યારે સ્વાતિ માલિવાલે વિભવ કુમાર પર આરોપ લગાવ્યો છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે તેને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. માર માર્યા બાદ ઈજા થઈ હતી. તેને લખ્યું છે કે તેનું માથું ફાટી ગયું હતું, કપડાં ફાટી ગયા હતા પરંતુ આજે જે વીડિયો સામે આવ્યો છે તે સત્ય દર્શાવે છે.”

તેમને કહ્યું, “વિડિયોમાં સ્વાતિ માલીવાલ પોલીસને ડરાવી રહી છે. તે વિભવને ધમકાવી રહી છે અને તેની સામે અપશબ્દોનો ઉપયોગ કરી રહી છે. મોટા અવાજે ધમકી આપવી. તેને ઉલ્લેખ કર્યો નથી કે તેને કોઈએ સ્પર્શ કર્યો છે. સ્વાતિ માલીવાલના આરોપો સંપૂર્ણપણે પાયાવિહોણા છે.”

સ્વાતિ માલીવાલના જણાવ્યા અનુસાર, વિભવ કુમારે 13 મેના રોજ સીએમ આવાસ પર તેની સાથે મારપીટ કરી હતી. આ મામલામાં પોલીસે 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી અને તપાસના સંદર્ભમાં પોલીસની એક ટીમ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચી હતી.

આ સમાચાર શેર કરો