મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુશ્કેલીમાં AAP, દિગ્ગજ નેતાને ટિકિટ ન મળતા કાર્યકરોએ આપ્યા રાજીનામા

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) મોટા પાયે ધારાસભ્યોની ટિકિટો રદ્દ કરવા જઈ રહી છે. તિમારપુ

દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા મુશ્કેલીમાં AAP, દિગ્ગજ નેતાને ટિકિટ ન મળતા કાર્યકરોએ આપ્યા રાજીનામા

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP) મોટા પાયે ધારાસભ્યોની ટિકિટો રદ્દ કરવા જઈ રહી છે. તિમારપુરથી પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય દિલીપ પાંડેની ટિકિટ પણ કાપવામાં આવી છે. દિલીપ પાંડેએ ભલે પાર્ટીમાં વધુ કામ કરવા માટે સંમતિ દર્શાવી હોય પરંતુ તેમના સમર્થકોએ બળવાની શરૂઆત કરી દીધી છે. 

આ પણ વાંચો: મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ, આ પાર્ટીએ MVA ગઠબંધનથી છેડ્યો ફાડ્યો

આગામી ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત 

તિમારપુરમાં AAPની સમગ્ર વિંગે એક સાથે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે. રાજીનામું આપવાની સાથે નવા સંભવિત ઉમેદવાર માટે કામ ન કરવાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. એક વીડિયોમાં એક મહિલા કર્મચારી રડતી પણ જોવા મળી રહી છે.

વીડિયો વાયરલ થયો 

વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ત્રણ ડઝનથી વધુ લોકો કથિત રીતે હાથમાં રાજીનામું લઈને એકસાથે ઊભા છે અને તેઓ પાર્ટીના નિર્ણય સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કાર્યકર્તાઓ એમ પણ કહી રહ્યા છે કે તેઓ તેમનું સભ્યપદ નથી છોડી રહ્યા, પરંતુ તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યા છે. 

પાર્ટીને કાર્યકરોનો કડક મેસેજ 

વીડિયોમાં તે કહી રહ્યા છે કે, 'અમે આમ આદમી પાર્ટી, તિમારપુર વિધાનસભાના કાર્યકરો, અમે બધા અમારી પાર્ટીના સભ્યપદથી નહીં પણ અમારા પદ પરથી રાજીનામું આપીએ છીએ. પક્ષ દ્વારા જે વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે તેની સામે અમે ત્રણ ચૂંટણી લડી ચૂક્યા છીએ. હવે તેની સાથે અમે ચૂંટણી નહીં લડી શકીએ. દિલીપ પાંડેની ટિકિટ કેમ કાપવામાં આવી તેનું કારણ પણ પાર્ટીએ જણાવવું જોઈએ. જ્યાં સુધી આ નક્કી નહીં થાય ત્યાં સુધી અમારામાંથી કોઈ કામ નહીં કરે.

આ સમાચાર શેર કરો