video: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કૌટુંબિક વિવાદમાં નાના ભાઈએ પોતાના જ મોટા ભાઈની હત્યા કરી
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કૌટુંબિક વિવાદમાં નાના ભાઈએ પોતાના જ મોટા

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં કૌટુંબિક વિવાદમાં નાના ભાઈએ પોતાના જ મોટા ભાઈની હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી . આ સનસનાટીભરી ઘટના કેન્ટ પોલીસ સ્ટેશન વિસ્તારના કાકરહી બજારમાં લોહીયાળ પારિવારિક ઝઘડા દરમિયાન બની હતી.માહિતી મુજબ, બંને ભાઈઓ વચ્ચે કોઈ ઘરગથ્થુ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. આ દરમિયાન ઉશ્કેરાયેલા નાના ભાઈએ જીવલેણ હુમલો કરીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી હતી




