મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: રાજકોટમાં પરિણીતાએ પતિના અફેરથી કંટાળીને કર્યો આપઘાત, મૃતકના ભાઈએ સાસરિયા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

રાજકોટના મેંગો માર્કેટ વિસ્તારની ખોડલધામ સોસાયટીમાં પરિણીતાએ આપઘાત કર્યો છે

તસવીર: GSTV

રાજકોટના મેંગો માર્કેટ વિસ્તારની ખોડલધામ સોસાયટીમાં પરિણીતાએ આપઘાત કર્યો છે. ગત 14મી તારીખે 24 વર્ષીય નિકિતા પ્રજાપતિએ આપઘાત કર્યો હતો. મૃતકના ભાઈ કેતન પ્રજાપતિએ પતિ, સાસુ અને સસરાના ત્રાસથી કંટાળી આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પતિ અજય પ્રજાપતિના અફેરથી નિકિતા માનસિક તણાવમાં હતી અને અગાઉ રિસામણે પણ ગઈ હતી. મૃતકની સાસુએ “અફેર અને સ્મોકિંગ આજના સમયમાં નોર્મલ છે” તેવી ટિપ્પણી કર્યાનો પણ આક્ષેપ થયો છે. બી ડિવિઝન પોલીસે પતિ અને સાસરિયાઓ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો