મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO/ રાજકોટમાં ક્રાઇમ બ્રાન્ચે  ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ૨૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરતા રાજકોટ ક્ર

રાજકોટ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરતા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને એક મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે બાતમીના આધારે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ઘરફોડ ચોરીને અંજામ આપતા બે રીઢા તસ્કરોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફે આર્યન શિયાળ અને કિરણ કિશોરભાઈ એદરિયા તરીકે થઈ છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે, આ બંને શખ્સોએ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશન અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોને નિશાન બનાવીને પાંચ જેટલી મોટી ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી ચોરીના સોના-ચાંદીના કિંમતી દાગીના અને મોબાઈલ ફોન સહિત કુલ ૨૦ લાખ રૂપિયાથી વધુની કિંમતનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હાલ પોલીસે બંને આરોપીઓની સઘન પૂછપરછ શરૂ કરી છે, જેમાં અન્ય ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે.

આ સમાચાર શેર કરો