લગ્ન કરવા છોકરી ના મળતા શખ્સે મેટ્રિમોનિયલ સાઇટ પર ઠોકી દીધો કેસ, વળતરમાં મળ્યા આટલા રૂપિયા
કેરળના એર્નાકુલમ જિલ્લામાં એક વ્યક્તિએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર કેસ દાખલ કર્

કેરળના એર્નાકુલમ જિલ્લામાં એક વ્યક્તિએ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર કેસ દાખલ કર્યો હતો કારણ કે, તેને લગ્ન માટે કન્યા નહોતી મળી. હવે તે આ કેસ જીતી ગયો છે. તેને વળતર તરીકે 25 હજાર રૂપિયાની રકમ મળી છે. આ નિર્ણય ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ ફોરમ (DCDRC) દ્વારા આપવામાં આવ્યો છે. આ સાથે, સાઇટને વ્યક્તિના કાયદાકીય ખર્ચ પણ ચૂકવવા પડશે. મીડિયા અહેવાલો અનુસાર, વ્યક્તિએ આરોપ મૂક્યો હતો કે, લગ્નની સાઇટ તેની કન્યા શોધવાની પ્રતિબદ્ધતા પૂરી કરી શકી નથી.
ડિસ્ટ્રિક્ટ ફોરમના પ્રમુખ ડીબી બિનુ અને અન્ય સભ્યો રામચંદ્રન વી. અને શ્રીવિદ્યા ટીએનએ 15 મેના રોજ આદેશ પસાર કર્યો હતો કે, કેરળ મેટ્રિમોનિયલ તરફથી સેવામાં ઉણપ હતી. બાર અને બેંચના જણાવ્યા અનુસાર ફોરમે કહ્યું કે, ફરિયાદી મેટ્રિમોનિયલ વેબસાઇટના ઘણા 'પીડિતો' પૈકીનો એક હતો અને ફરિયાદીએ તેના કેસને મજબૂત કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોનો અભિપ્રાય પણ એકત્રિત કર્યો હતો.
ફોરમે કહ્યું, 'વિરોધી પક્ષે જીવનસાથી શોધનારાઓનું ધ્યાન આકર્ષિત કરવા આકર્ષક વચનો આપ્યા અને તેમને જરૂરી સેવાઓ પૂરી પાડી ન હતી. તેણે ફરિયાદીને વચન આપેલી સેવાઓ પૂરી પાડી છે તે સાબિત કરવા માટે તેણે કોઈ પુરાવા રજૂ કર્યા નથી. ફરિયાદીએ પોતાની દલીલ સાબિત કરવા માટે સોશિયલ મીડિયા દ્વારા લોકોના અભિપ્રાય પણ રજૂ કર્યા હતા. તેથી, તે તારણ કાઢી શકાય છે કે, ફરિયાદી વિરોધ પક્ષના ઘણા પીડિતોમાંથી એક છે.
આ ફરિયાદ મે 2019માં ચેરથલાના વતની (ફરિયાદી) દ્વારા કરવામાં આવી હતી. તેણે ગ્રાહક ફોરમને જણાવ્યું કે, તેણે 2018માં કેરળ મેટ્રિમોનિયલ વેબસાઇટ પર પોતાનો બાયોડેટા રજિસ્ટર કરાવ્યો હતો. બાદમાં, કેરળ મેટ્રિમોનિયલ સાઇટના પ્રતિનિધિઓએ તેના ઘરે અને ઓફિસમાં તેનો સંપર્ક કર્યો હતો. તેને લગ્ન માટે છોકરી શોધવાના બદલામાં ત્રણ મહિનાની મેમ્બરશિપ માટે રૂપિયા 4100 ચૂકવવાનું કહેવામાં આવ્યું હતું.






