VIDEO: પટના જંક્શન ખાતે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ભારે ભીડ ઉમટી પડી
બિહારની રાજધાની પટના જંક્શન ખાતે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ભારે ભ

બિહારની રાજધાની પટના જંક્શન ખાતે પરીક્ષા પૂર્ણ થયા બાદ ઉમેદવારોની ભારે ભીડ ઉમટી પડી હતી. મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ એકસાથે સ્ટેશન પર પહોંચતા પ્લેટફોર્મ અને પ્રવેશ માર્ગો પર ભારે ભીડના દૃશ્યો સર્જાયા હતા. ટ્રેનોમાં ચડવા માટે ઉમેદવારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને અનેક સ્થળોએ ધક્કામુક્કીની સ્થિતિ જોવા મળી હતી. ભીડને નિયંત્રિત કરવા માટે રેલવે સુરક્ષા દળ (RPF)ના જવાનોએ મોરચો સંભાળ્યો હતો અને મુસાફરોને સુવ્યવસ્થિત રીતે ટ્રેનોમાં બેસાડવાના પ્રયાસો કર્યા હતા. અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવી ભીડ પર નિયંત્રણ મેળવ્યું હતું. ઘટનામાં કોઈ અનિચ્છનીય બનાવ નોંધાયો ન હોવાનું જાણવા મળ્યું છે.



