VIDEO: પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર ફાયરિંગની ઘટના
પટનામાં જાણીતા શિક્ષક ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની છે. ગોળીબાર પટનાના મુસલ્લાહપુર હાટ વિસ્તારમાં આવેલા ખાન સરના કોચિંગ સેન્ટરની બહાર થયો હતો.અહેવાલો મુજબ, 5 થી 10 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હુમલાખોરોએ ઓફિસમાં તોડફોડ પણ કરી હતી અને પોસ્ટરો ફાડી નાખ્યા હતા.હુમલા સમયે સેન્ટર પર વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી હતી. આ હુમલામાં કોચિંગ સેન્ટરનો એક સિક્યુરિટી ગાર્ડ ગંભીર રીતે ઘાયલ થયો છે...ખાન સરે દાવો કર્યો છે કે હરીફ કોચિંગ સેન્ટરોના લોકો આ હુમલા પાછળ હોઈ શકે છે. તેમણે જણાવ્યું કે ઓછી ફીમાં વધુ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણ
આપવાને કારણે અન્ય સંસ્થાઓમાં રોષ છે. હુમલાખોરોએ બે દિવસમાં કોચિંગ સેન્ટર ઉડાવી દેવાની ધમકી પણ આપી હોવાનું જાણવા મળ્યું છે.આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કોચિંગ સેન્ટર બહાર એકઠા થયા છે.પટના પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. શંકાસ્પદોની ઓળખ કરવા માટે CCTV ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે.

