મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: પટનામાં શિક્ષક ભરતી પરીક્ષાના નોટિફિકેશનની માંગ સાથે હજારો ઉમેદવારો રસ્તા પર ઉતર્યા, પોલીસે કર્યો લાઠીચાર્જ

બિહારના પટનામાં શિક્ષક ભરતી પરીક્ષાના નોટિફિકેશનની માંગ સાથે હજાર

બિહારના પટનામાં શિક્ષક ભરતી પરીક્ષાના નોટિફિકેશનની માંગ સાથે હજારો ઉમેદવારો દ્વારા કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે લાઠીચાર્જ કરતા અફરાતફરી મચી ગઈ હતી. પટના કોલેજથી બિહાર લોકસેવા આયોગની કચેરી સુધી કૂચ કરી રહેલા પ્રદર્શનકારીઓને જેપી ગોલંબર પાસે બેરિકેડિંગ લગાવી અટકાવવામાં આવ્યા હતા, જ્યાં ઘર્ષણ વધતા પોલીસે ભીડને વિખેરવા બળપ્રયોગ કર્યો હતો, જેમાં અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે.

લાંબા સમયથી ભરતી પ્રક્રિયામાં થઈ રહેલા વિલંબથી નારાજ ઉમેદવારોએ આક્ષેપ કર્યો છે કે તેઓ દેવું કરીને તૈયારી કરી રહ્યા છે અને સરકારની નિષ્ક્રિયતાને કારણે તેમનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. આક્રોશિત ઉમેદવારોએ વહેલી તકે સત્તાવાર જાહેરાત બહાર પાડવાની માંગણી કરી છે, જ્યારે પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી કરી હતી.

આ સમાચાર શેર કરો