મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: મુંબઈની 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવરમાં લાગી આગ, અનેક લોકો ફસાયાની આશંકા

મુંબઈમાં કમલા મિલ્સ વિસ્તારમાં આવેલા ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગ્યાના સમાચાર છે. મુંબઈના લોઅ

VIDEO: મુંબઈની 7 માળની કોમર્શિયલ બિલ્ડિંગ ટાઈમ્સ ટાવરમાં લાગી આગ, અનેક લોકો ફસાયાની આશંકા

મુંબઈમાં કમલા મિલ્સ વિસ્તારમાં આવેલા ટાઈમ્સ ટાવર બિલ્ડિંગમાં આગ લાગ્યાના સમાચાર છે. મુંબઈના લોઅર પરેલ વિસ્તારમાં આવેલા ટાઈમ્સ ટાવરમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગ સવારે સાડા છ વાગ્યાની આસપાસ બની હતી. જેમાં હાલમાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘણા લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ ઘટનાથી વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. 
 
https://twitter.com/ANI/status/1831891613720989850

ટાઈમ્સ ટાવર લોઅર પરાલ વિસ્તારમાં કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં એક કોમર્શિયલ બિલ્ડિંગ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ બિલ્ડિંગમાં સવારે લગભગ સાડા છ વાગ્યે આગ લાગી હતી.  

આગ પર કાબૂ મેળવવા માટે ફાયર બ્રિગેડની સાતથી આઠ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.

આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. આગના વીડિયો પણ સામે આવ્યા છે.  

આ સમાચાર શેર કરો