મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: ઉત્તરાખંડમાં પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ અલકનંદા નદીમાં ખાબકી, 14ના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ પાસે રૈંતોલીમાં બદ્રીનાથ હાઈવે પર યાત્રીઓને લઈને જઈ રહેલ ટેમ્પો ટ્રાવેલરનું

VIDEO: ઉત્તરાખંડમાં પ્રવાસીઓને લઈને જઈ રહેલી બસ અલકનંદા નદીમાં ખાબકી, 14ના મોત

ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ પાસે રૈંતોલીમાં બદ્રીનાથ હાઈવે પર યાત્રીઓને લઈને જઈ રહેલ ટેમ્પો ટ્રાવેલરનું વાહન અલકનંદા નદીમાં પડી ગયું છે. આ ઘટનામાં 14 પ્રવાસીઓ મોત થયા છે. જ્યારે 7 પ્રવાસીઓ ઘાયલ થયા છે. હાલમાં કોઈ અધિકારીક પુષ્ટિ થઈ નથી. ઘટનાસ્થળે બચાવ અભિયાન ચાલુ છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ પણ આ ઘટના બાબતે દુઃખ વ્યક્ત કર્યું છે. 

https://twitter.com/ANI/status/1801888948177785030
 
આ ઘટનાની જાણ થતાં જ વહીવટી અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટના રુદ્રપ્રયાગ પહોંચ્યા પહેલા બની હતી. અહીં વાહન સીધું ઊંડી ખાઈમાં પડીને અલકનંદા નંદીમાં ખાબક્યું છે. વાહન નીચે પડતાની સાથે જ મુસાફરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

જે વાહનને અકસ્માત નડ્યો તે દિલ્હીથી મુસાફોને લઈને જઈ રહ્યું હતું. આ લોકો દિલ્હીથી ચોપટા તુંગનાથ જઈ રહ્યા હતા. આ કારમાં ડ્રાઈવર સહિત 23 લોકો સવાર હતા. આશંકા છે કે આ દુર્ઘટનામાં ઘણા લોકોના મોત થઈ શકે છે, પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી.

આ સમાચાર શેર કરો