૧૨મા ધોરણની એક વિદ્યાર્થીનીએ ત્રણ પાનાની સુસાઇડ નોટ લખી કરી આત્મહત્યા, દિલ્હીની શાળામાં બબાલ!

દિલ્હીની એક સરકારી શાળામાં ધોરણ 12ની એક વિદ્યાર્થીનીએ પોતાને આગ લગાવીને આત્મહત્યા કરી હોવાના અહેવાલ સામે આવ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની પોતાની સાથે બોટલમાં કોઈ કેમિકલ અથવા પેટ્રોલ લઈને શાળામાં આવી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેની પાસેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ પણ મળી આવી છે. પરિવારના જણાવ્યા અનુસાર, વિદ્યાર્થીની 17 વર્ષની છે. આ ઘટના શાહદરા જિલ્લાના કૃષ્ણા નગરમાં બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતા જ ક્રાઇમ સીન ટીમ, ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે.
નોંધ:- જો તમે અથવા તમારા કોઈ પરિચિતને આત્મહત્યાનો વિચાર આવે, તો તે ખૂબ જ ગંભીર તબીબી કટોકટી છે. તાત્કાલિક ભારત સરકારની જીવનસાથી હેલ્પલાઇન 18002333330 પર સંપર્ક કરો. તમે ટેલિમાનસ હેલ્પલાઇન નંબર 1800914416 પર પણ કૉલ કરી શકો છો. તમારી ઓળખ સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે, અને નિષ્ણાતો તમને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા માટે જરૂરી સલાહ આપશે. યાદ રાખો, આત્મહત્યા એ સમસ્યાનો ઉકેલ નથી.











