મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના વાઘોડિયામાં ત્રણ કરોડના ખર્ચે બનેલા નવા ડામર રોડના આઠ જ દિવસમાં પોપડા ઉખડતા ભાજપ ધારાસભ્ય લાલઘુમ

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના વાઘોડિયાથી આંકડિયાપુરાને જોડતા નવા ડામર રોડની નબળી કામગીરી સામે આવતા સ્થાનિક ભાજપ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા લાલઘુમ થયા છે. અંદાજે ત્રણ કરોડના ખર્ચે બનેલા આ રોડનું ગત અઠવાડિયે જ લોકાર્પણ થયું હતું, પરંતુ માત્ર આઠ જ દિવસમાં ડામરના પોપડા ઉખડી જતાં તંત્રની ભ્રષ્ટ કામગીરીના પોલ ખુલ્લા પડી ગયા છે. ઘટનાની જાણ થતાં જ ધારાસભ્ય તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને રોડની ગુણવત્તા ચકાસવા માટે રૂબરૂ સેમ્પલિંગ કરાવ્યું હતું. આ મામલે હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનાર જવાબદાર લોકો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે તેમજ તેઓ આ સમગ્ર કૌભાંડ અંગે મુખ્યમંત્રીને પત્ર પણ લખવાના છે.

આ સમાચાર શેર કરો