Video: વડોદરાના કોટંબી સ્ટેડિયમ ખાતે રમાનારી ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચેની વન-ડે શ્રેણીને લઈને ભારે ઉત્સાહ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે બંને મહિલા ક્રિકેટ ટીમોનું વડોદરામાં આગમન થઈ ચૂક્યું છે. આગામી ૨૩, ૨૫ અને ૨૮ ઑક્ટોબરે કોટંબી સ્ટેડિયમ ખાતે આ મુકાબલા રમાશે. આ મેચમાં સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર અને દીપ્તિ શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓ મુખ્ય આકર્ષણ રહેશે, જ્યારે વડોદરાની જ દીકરી યાસ્તિકા ભાટિયાને ઘર આંગણે રમતી જોવા માટે સ્થાનિક ક્રિકેટપ્રેમીઓમાં ભારે આતુરતા અને રોમાંચ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટના આ મહાસંગ્રામને લઈને સમગ્ર શહેરમાં જબરદસ્ત માહોલ છવાયેલો છે.






