મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વડોદરાના સાવલીમાં કેમિકલ માફિયાઓ બેફામ: તળાવ પાસે જાહેરમાં કાળું ઝેરી કેમિકલ ઠાલવાયું

સોર્સ: gstv

વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં કેમિકલ માફિયાઓ બેફામ બન્યા હોય તેવા ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. તાલુકાના લસુન્દ્રા ગામની સીમમાં તળાવ પાસે અજાણ્યા વાહનચાલક દ્વારા જાહેરમાં કાળું કેમિકલ ઠાલવી દેવામાં આવતાં સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. આ ખુલ્લી જગ્યામાં કેમિકલ ખાલી કરવાથી જમીન, જળસ્રોતો અને આસપાસના પર્યાવરણને નુકસાન થવાની પૂરી આશંકા છે. ઘટનાની ગંભીરતા જોતા મંજુસર પોલીસ અને એફએસએલની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કેમિકલનો પ્રકાર ચકાસવા તેમજ તે કઈ કંપનીમાંથી લાવવામાં આવ્યું છે તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. જાહેરમાં બેફામ રીતે કેમિકલ ઠાલવવાની આ ઘટનાથી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.

આ સમાચાર શેર કરો