10મા ધોરણની આદિવાસી વિદ્યાર્થિનીએ બાળકને આપ્યો જન્મ, પિતાએ પૂછ્યું- કેવી રીતે બની શકે?
ઓડિશામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 10મા ધોરણમાં અભ્યા

ઓડિશામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. અહીં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતી 10મા ધોરણમાં અભ્યાસ કરતી એક છોકરી માતા બની છે. સવાલ થઈ રહ્યા છે કે વિદ્યાર્થિની મહિનાઓથી ગર્ભવતી હતી તો સ્કૂલ સંચાલકોને આ બાબતે જાણકારી કેમ ન મળી. આવા સવાલ વિદ્યાર્થિનીના પિતાએ ઉઠાવ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
જણાવી દઈએ કે મલ્કા નગિરી જિલ્લાના ચિત્ર કોંડા વિસ્તારમાં સરકારી સ્કૂલમાં ભણનારી એક 10મા ધોરણની વિદ્યાર્થિનીએ બાળકને જન્મ આપ્યો છે. આ સ્કૂલ રાજ્યની અનુસૂચિત જાતિ- જનજાતિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે. આ ઘટના એ સમયે બની જ્યારે વિદ્યાર્થિની પરીક્ષા આપીને પરત ફરી હતી. ખાસ વાત એ છે કે 9 મહિનાથી ગર્ભવતી હોવા છતાં તે ક્લાસમાં અને પરીક્ષામાં હાજર રહી હતી.
વિદ્યાર્થિનીના પિતાનું કહેવું છે કે, જ્યારે હું સ્કૂલે પહોંચ્યો તો મને બતાવાયું કે તેણે બાળકને જન્મ આપ્યો છે. મારી પુત્રી હોસ્ટેલમાં રહે છે અને ઘણા સમયથી ઘરે પણ આવતી નથી. એક નર્સ નિયમિત રૂપે હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓનું ચેકઅપ કરવા માટે આવે છે. જો નર્સ હોય તો તે પણ કેવી રીતે ગર્ભવતીના સંકેત જોવાનું ચૂકી જાય. સ્કૂલના શિક્ષકોએ હોસ્ટેલના વોર્ડનને ઘટનાનો જવાબદાર બતાવ્યો છે.
ધેનકલાક જિલ્લામાં એક આશ્રમ સ્કૂલમાં 13 વર્ષની એક આદિવાસી વિદ્યાર્થિની 7 મહિનાની ગર્ભવતી જોવા મળી હતી. એ પછી તેને સ્કૂલના આચાર્ય કાર્તિક ગૌર પર રેપનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના 2019માં બની હતી. ત્યારે વિદ્યાર્થિની 8મા ધોરણમાં ભણતી હતી. હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિનીઓ ગર્ભવતી થવાની ઘટનાઓએ ચિંતા વધારી દીધી છે.
આદિવાસી છાત્રાલયોમાં કિશોરવયની ગર્ભાવસ્થાની ઘટનાઓને અટકાવવા રાજ્ય સરકારે 3,000 મેટ્રન અને 336 ANM તૈનાત કર્યા છે. આ ઉપરાંત, નિયમિત તપાસ ચાલુ છે. ઉપરાંત, નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે કે કોઈ પણ પુરુષ મહિલા સાથી વિના હોસ્ટેલમાં પ્રવેશ કરી શકશે નહીં. છાત્રાલયમાં રસોઈયા, સુરક્ષા ગાર્ડ અને સહાયક તરીકે ફક્ત મહિલાઓને જ તૈનાત કરવામાં આવી છે.






