મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: સ્કૂલમાં શિક્ષકની નિયુક્તિ માટે 90 વિદ્યાર્થિની અડધી રાત્રે 65 કિમીની કૂચ કરી, તાત્કાલિક નિમણૂંક

અરુણાચલ પ્રદેશની એક શાળાની 90 વિદ્યાર્થિનીઓએ બે શિક્ષકોની નિમણૂકની માંગ સાથે 65 કિલોમ

VIDEO: સ્કૂલમાં શિક્ષકની નિયુક્તિ માટે 90 વિદ્યાર્થિની અડધી રાત્રે 65 કિમીની કૂચ કરી, તાત્કાલિક નિમણૂંક

અરુણાચલ પ્રદેશની એક શાળાની 90 વિદ્યાર્થિનીઓએ બે શિક્ષકોની નિમણૂકની માંગ સાથે 65 કિલોમીટર લાંબી કૂચ કરી. તેમના ગામેથી રાતભર ચાલીને સવારે જિલ્લા મુખ્યાલય પહોંચી ગઈ હતી. વિદ્યાર્થિનીઓએ આરોપ લગાવ્યો કે વારંવાર ફરિયાદો છતાં, શાળામાં શિક્ષકોની ભરતી થઈ રહી નથી. જિલ્લા મુખ્યાલયના અધિકારીઓ સાથે મુલાકાત બાદ વહીવટીતંત્રે તાત્કાલિક શિક્ષકોની નિમણૂંક કરવાનો આદેશ આપ્યો. શાળામાં બે મહિનાથી ભૂગોળ અને સામાજીક વિજ્ઞાનના શિક્ષકો નહોતા.

હકીકતમાં, પાકકે કેસાંગ જિલ્લાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં બે મહિનાથી ભૂગોળ અને સામાજિક વિજ્ઞાનના શિક્ષકો નહોતા. વિદ્યાર્થીનીઓએ જણાવ્યું કે તેઓ વારંવાર ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. છોકરીઓ ધોરણ 11 અને 12માં ભણે છે. તેઓએ રવિવારે ન્યાંગનો ગામથી પોતાની રેલી કાઢીને સોમવારે સવારે લેમ્મી પહોંચવા માટે આખી રાત ચાલી. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમની ફરિયાદો સાંભળવામાં ન આવી હોવાથી તેમને આ પગલું ભરવાની ફરજ પડી હતી. આ ઘટનાનો એક વીડિયો બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

2011-12 માં બની હતી સ્કૂલ

શાળાના મુખ્ય શિક્ષિકાએ સ્વીકાર્યું કે, સ્કૂલમાં ભૂગોળ અને સોશિયલ સાયન્સ બે વિષયો માટે કોઈ શિક્ષકો નહોતા. 2011-12 માં સ્થાપિત અને ગરીબ છોકરીઓના શિક્ષણ માટે ચલાવવામાં આવતી આ શાળામાં હવે 90થી વધુ વિદ્યાર્થીનીઓ છે.

વિદ્યાર્થીનીઓએ કોઈ જાણ કર્યા વિના પગપાળા ચાલીને જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે પહોંચી. શાળા શિક્ષણના નાયબ નિયામક દીપક તાયેંગે જણાવ્યું હતું કે વિદ્યાર્થીનીઓએ કોઈ જાણ વિના કૂચ કરી હતી, પરંતુ ભરતી પ્રક્રિયા હવે ચાલી રહી છે. કૂચ બાદ, શિક્ષણ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને શિક્ષકોની ભરતીને મંજૂરી આપી. જણાવી દઈએ કે, ગત મહિને વિભાગે ત્રણ શિક્ષકો માટે ઇન્ટરવ્યુ લીધા હતા. આ ઘટનાથી વાલીઓ અને અધિકારીઓને ચોંકાવી દીધા. પરંતુ વિદ્યાર્થીઓની મહેનત રંગ લાવી. 

આ સમાચાર શેર કરો