ઉત્તરાખંડ: સહસ્ત્રતલ ટિહરીમાં ગુમ થયેલા 22 ટ્રેકર્સમાંથી 9ના મોત, 13ને બચાવી લેવાયા
ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટન

ઉત્તરાખંડની ઉત્તરકાશી ટિહરી બોર્ડર પર 15 બજાર ફૂટની ઊંચાઈએ આવેલા સહસ્ત્રતલ ટ્રેક પર એક મોટી દુર્ઘટના થઈ છે. અત્યાર સુધીમાં લગભગ 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માત બાદ 13 લોકોને બચાવી લેવાયા છે.
મૃત્યુઆંક વધી શકે છે
પાંચ મૃતદેહોને લઈ જવામાં આવ્યા છે, જ્યારે 4 મૃતદેહોને લઈ જવાના બાકી છે. મંગળવારે સાંજે લગભગ 4 વાગ્યે, ઉત્તરકાશી અને ટિહરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના ફોન રણકવા લાગ્યા અને સમાચાર મળ્યા કે કર્ણાટક અને મહારાષ્ટ્રના 22 ટ્રેકર્સ સહસ્ત્રતલ ટ્રેક પરથી પાછા ફરતી વખતે કુફરી ટોપ પર ખરાબ હવામાનને કારણે અટવાયા હતા.
દુર્ઘટના પર CM ધામીએ શું કહ્યું?
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, 'આ એક દુ:ખદ ઘટના છે અને અમે SDRF અને રેસ્ક્યુ ટીમને બચાવ માટે મોકલી છે અને અમે જે પણ જરૂરી હશે તે તૈનાત કરીશું, એરફોર્સની મદદ લેવામાં આવી રહી છે. લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવશે.
SDRF કમાન્ડન્ટ મણિકાંત મિશ્રાએ જણાવ્યું કે, વહીવટીતંત્રને માહિતી મળી હતી કે કુફરી ટોપ પર લગભગ 22 લોકો ફસાયેલા છે. આ પછી ટીમો મોકલવામાં આવી હતી. હવાઈ સેવાની મદદ લેવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 10 લોકોને દેહરાદૂન લાવવામાં આવ્યા છે અને બાકીના ઘાયલોની ઉત્તરકાશીમાં સારવાર ચાલી રહી છે. મૃતકોને પરત લાવવાના પ્રયાસો પણ ચાલુ છે.






