મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 લોકોના મોત

મધ્ય પ્રદેશમાં ઇન્દોરના બેટમા પાસે એક અકસ્માત થયો હતો જેમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત એસયુવી

ઇન્દોર-અમદાવાદ હાઇવે પર અકસ્માત, ડમ્પર સાથે કાર ટકરાતા 8 લોકોના મોત

મધ્ય પ્રદેશમાં ઇન્દોરના બેટમા પાસે એક અકસ્માત થયો હતો જેમાં આઠ લોકોના મોત થયા છે. આ અકસ્માત એસયુવી કારના ધાર રોડ પર ઉભેલા રેતીના ડમ્પર સાથે ટકરાતા થયો હતો. કારમાં 9 લોકો સવાર હતા જેમાંથી 8 લોકોના મોત થયા છે. મૃતકમાં એક મહિલા પણ સામેલ છે.

ડીએસપી ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું, "અમને પીએસ બેતવા સરહદમાં ઇન્દોર-અમદાવાદ હાઇવે પર એક કાર અકસ્માતની સૂચના મળી હતી. એક બોલેરો એસયુવી દૂર્ઘટનાગ્રસ્ત થઇ હતી અને કારમાં સવાર 9 લોકોમાંથી 8 લોકોના મોત થયા છે. તમામ લોકો ગુના તરફ જતા હતા. અકસ્માતમાં એક પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે. 

ગાડી સહિત ડ્રાઇવર ફરાર

એએસપીએ જણાવ્યું કે રોડ અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે જ્યારે આઠ શબને પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. એએસપીએ કહ્યું કે, જીપ જે ગાડી સાથે ટકરાઇ હતી તે ઘટનાસ્થળે મળી નથી. રૂપેશ કુમાર દ્વિવેદીએ કહ્યું, "લાગે છે કે દૂર્ઘટના બાદ આ અજાણ્યા વાહન ચાલક ગાડી સહિત ફરાર થઇ ગયો છે." અકસ્માતનો ગુનો નોંધીને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો