છત્તીસગઢમાં વીજળી પડતાં સર્જાઈ દુર્ઘટના, શાળાના 5 બાળકો સહિત 8 લોકોના મોત
છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના બની છે. વીજળી પડવાથી ચાર બાળકો અને ચાર યુવાનો

છત્તીસગઢના રાજનાંદગાંવમાં એક ખૂબ જ દર્દનાક દુર્ઘટના બની છે. વીજળી પડવાથી ચાર બાળકો અને ચાર યુવાનો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈ ગામની જણાવવામાં આવી રહી છે.
ભારે વરસાદ બાદ આકાશીય વીજળી પડવાથી શાળાના 5 બાળકો સહિત 8 લોકોના મોત થયા છે. આ ઘટના રાજનાંદગાંવના જોરાતરાઈની જણાવવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ રાજનાંદગાંવમાં ભારે વરસાદ વચ્ચે વીજળી પડતા શાળાના ચાર બાળકો ઝપેટે ચડી ગયા હતા.
શાળા છૂટવાના સમયે ભારે વરસાદ હતો. તમામ બાળકો ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે વરસાદથી બચવા માટે 4 બાળકો સહિત 8 લોકો એક ખંડેર જેવા મકાનનો આશ્રય લીધો. પરંતુ ભારે વરસાદ સાથે આકાશી વીજળી પડતાં બાળકો અને યુવાનો સહિત આ તમામ લોકો તેની ઝપેટે આવી ગયા હતા.
આ ઘટના સોમાણી પોલીસ સ્ટેશન વિસ્તારની છે. ઘટનાની માહિતી મળતા જ વહીવટીતંત્ર અને પોલીસની ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી. કલેક્ટર પોતે ઘટનાસ્થળે રવાના થયા છે. ઘટના બાદ એમ્બ્યુલન્સને સ્થળ પર રવાના કરવામાં આવી હતી.






