મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

70 વર્ષ પહેલાં રસ્તા પર ચાલવા માટે પણ લેવું પડતું હતું લાયસન્સ, 1956નું વૉકિંગ લાયસન્સ થયુ વાઇરલ

આજના સમયમાં આપણે વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર પડે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે

70 વર્ષ પહેલાં રસ્તા પર ચાલવા માટે પણ લેવું પડતું હતું લાયસન્સ, 1956નું વૉકિંગ લાયસન્સ થયુ વાઇરલ
આ સમાચાર સાંભળો

આજના સમયમાં આપણે વાહન ચલાવવા માટે લાયસન્સની જરૂર પડે છે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે રસ્તા પર ચાલવા માટે પણ સરકાર પાસેથી પરવાનગી લેવી પડતી હોય? હાલમાં સોશિયલ મીડિયા પર 1956ના સમયનું એક અત્યંત દુર્લભ 'વોકિંગ લાયસન્સ' વાઇરલ થઈ રહ્યું છે. જે તે સમયના મુંબઈ (તત્કાલીન બોમ્બે)ના કડક કાયદા અને વ્યવસ્થાની ઝલક આપે છે.

70 વર્ષ જૂનું વાઇરલ લાયસન્સ

વાઇરલ થયેલા આ દસ્તાવેજ મુજબ, 14 એપ્રિલ 1956ના રોજ 'બોમ્બે પોલીસ એક્ટ 1851' હેઠળ અરવિંદ વી. દેશપાંડે નામના વ્યક્તિને આ લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેઓ કોલાબા વિસ્તારમાં રહેતા હતા. આ લાયસન્સમાં ચાલવાની શૈલી 'બ્રિસ્ક' એટલે કે ઓફિસના ધસારા સમયે ઝડપથી ચાલવાની મંજૂરી હતી. ચાલવાનો રુટ કોલાબા ફોર્ટથી વી.ટી. અને ત્યાંથી પરત હતો.

ચાલતી વખતે શૂઝ પહેરવા ફરજિયાત

તેઓએ ચાલતી વખતે 'શૂઝ' (બૂટ) પહેરવા ફરજિયાત હતા. તેઓને દિવસમાં 10 માઈલ સુધી ચાલવાની મર્યાદા આપવામાં આવી હતી. જેની ફી તે સમયે 2 રૂપિયા લેવામાં આવી હતી. આ લાયસન્સમાં કેટલીક શરતો પણ લખેલી છે. જો કોઈ વ્યક્તિ લાયસન્સમાં મંજૂરી આપ્યા વગર રસ્તા પર દોડતો પકડાય, તો તેને દંડ કરવાની જોગવાઈ હતી. આ ઉપરાંત, વગર કારણે રસ્તા પર રખડપટ્ટી કરવા પર પણ પ્રતિબંધ હતો. લાયસન્સમાં હેલ્થ રિમાર્ક તરીકે લખાયું છે કે ધારક સવારની લટાર અને હળવી ગપસપ કરવા માટે શારીરિક રીતે યોગ્ય છે.

ભીડભાડ રોકવા માટેની કડક વ્યવસ્થા

આ લાયસન્સ પર કોલાબા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સિક્કો અને સહી પણ જોવા મળે છે. તે સમયે મુંબઈમાં ભીડભાડવાળા વિસ્તારોમાં વ્યવસ્થા જાળવવા અને ફૂટપાથ પર શિસ્ત જાળવવા માટે કદાચ આવા નિયમો હોઈ શકે છે. આ જૂનું લાયસન્સ જોઈને લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે કે તે જમાનામાં ચાલવા જેવી સામાન્ય ક્રિયા માટે પણ કેટલા ચોક્કસ નિયમો બનાવ્યા હતા.

આ સમાચાર શેર કરો