મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

ભિંડમાં ડમ્પરે પીકઅપ વાનને મારી ટક્કર, એકજ પરિવારના 7 લોકોનો મોત-13થી વધુ ઘાયલ

Madhya Pradesh accidentઃ મધ્યપ્રદેશના ભિંડમાં મંગળવારે સવારે ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. બહેનના ઘરે લગ્

ભિંડમાં ડમ્પરે પીકઅપ વાનને મારી ટક્કર, એકજ પરિવારના 7 લોકોનો મોત-13થી વધુ ઘાયલ

Madhya Pradesh accidentઃ મધ્યપ્રદેશના ભિંડમાં મંગળવારે સવારે ભયંકર માર્ગ અકસ્માત થયો હતો. બહેનના ઘરે લગ્ન સમારોહમાંથી પરત ફરી રહેલા પરિવારને ઝડપી ડમ્પરે કચડી નાખતા 7 લોકોના મોત થયા હતા અને એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ ઘટના ભિંડના ગ્રામીણ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જવાહરપુરામાં બની હતી, જ્યાં ભિંડ કલેક્ટરેટમાં કામ કરતા ગિરીશ નારાયણ તેમના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપવા માટે તેમની બહેનના ઘરે ગયા હતા. સવારે પાછા ફરતી વખતે ડમ્પરે મુસાફરોથી ભરેલા પિકઅપ વાહનને ટક્કર મારી હતી.

7 લોકોએ જીવ ગુમાવ્યા

મધ્યપ્રદેશના ભિંડ જિલ્લામાં મંગળવારે સવારે ઝડપી ગતિએ આવી રહેલ ડમ્પર મુસાફરોથી ભરેલા પિકઅપ વાહન સાથે અથડાતા 7 લોકોના મોત થયા છે. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. જ્યારે 7 ગંભીર રીતે ઘાયલ લોકોને ગ્વાલિયર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા છે. કુલ એક ડઝનથી વધુ ઘાયલ થયા છે. આ ઘટના રાષ્ટ્રીય ધોરીમાર્ગ 719 પર દેહત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જવરપુર ગામ પાસે બની હતી. બધા લગ્ન સમારંભમાંથી પરત ફરી રહ્યા હતા. ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ સ્થળ પર રસ્તો બ્લોક કરી દીધો હતો.

 ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી 

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એસપી સાથે કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવ પણ જિલ્લા હોસ્પિટલમાં પહોંચ્યા. ડોક્ટર દ્વારા ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી.
 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મૃતક પરિવારના વડા ગિરીશે જણાવ્યું હતું કે કેટલાક લોકો મામેરાનો પ્રસંગ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે રસ્તા પર એક લોડિંગ વાહન રોકીને લોકોને તેમાં બેસાડવામાં આવી રહ્યા હતા. આ દરમિયાન ક્યાંકથી એક હાઇ સ્પીડ ડમ્પર આવી પીકઅપ વાહનને ટક્કર મારી. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.

ભિંડ કલેક્ટર સંજીવ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા, જ્યાં વધુ બે લોકોને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે અને 13 લોકો ઘાયલ થયા છે. પરિવારે ગુસ્સામાં રસ્તો રોકી દીધો, ત્યારબાદ લોકોને શાંત પાડવામાં આવ્યા. 

આ સમાચાર શેર કરો