મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પ્રાંતિજ, ધનસુરા અને જસદણમાં 3 ગંભીર અકસ્માત, 3 લોકોના મોત

સાબરકાંઠાના પ્રાંતિજ હાઇવે પર અકસ્માતમાં બાઈક ચાલાકનું મોત થયું છે. હાઈવે પરના બ્રિજ પર જેસ

પ્રાંતિજ, ધનસુરા અને જસદણમાં 3 ગંભીર અકસ્માત, 3 લોકોના મોત

સાબરકાંઠાના પ્રાંતિજ હાઇવે પર અકસ્માતમાં બાઈક ચાલાકનું મોત થયું છે. હાઈવે પરના બ્રિજ પર જેસીબી સાથે બુલેટ ટકરાયું હતું. બ્રિજ પર ખાડાઓનું મરામત કામ  ચાલુ હતું તે દરિમયાન આ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં બુલેટ ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

જસદણના આટકોટ પાંચવડા રોડ વચ્ચે અકસ્માત થયો હતો. રોડ પર આખલો આડે ઉતરતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા હાથીગઢ ગામના 51 વર્ષ વૃદ્ધનું મોત થયું છે. મૃતદેહને પીએમ અર્થે જસદણની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના ધનસુરના બુટાલ પાસે બે બાઈક વચ્ચે અકસ્માતમાં એક બાઈક ચાલાકનું મોત થયું છે. બુટાલ ગામ તરફ વળાંક પાસે બે બાઈક સામસામે ટકરાતા   અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બંને બાઈક સવારોને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે. આ અકસ્માતમાં મોટી વાવ ગામનો યુવાનનું મોત નિપજ્યું છે. રોડની કામગીરી છેલ્લા ઘણા સમયથી અધૂરી હોવાને લઇ અકસ્માત સર્જાતા હોવાના સ્થાનિકોના આક્ષેપ છે.

આ સમાચાર શેર કરો