મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

દિલ્હી: બેબી કેર સેન્ટરની ભીષણ આગમાં 7 નવજાત જીવતા ભૂંજાયા, 5 બાળકો હોસ્પિટલમાં દાખલ

પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ ઘટના સર્જાઈ હતી. બેબી કેર સેન્ટરમાં લાગેલી ભીષણ આગમા

દિલ્હી: બેબી કેર સેન્ટરની ભીષણ આગમાં 7 નવજાત જીવતા ભૂંજાયા, 5 બાળકો હોસ્પિટલમાં દાખલ

પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં શનિવારે રાત્રે એક દુ:ખદ ઘટના સર્જાઈ હતી. બેબી કેર સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 7 બાળકો  જીવતા ભડથું થયા હતા. હાલમાં 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે, એક બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો છે.

ભીષણ આગમાં 7 બાળકો  જીવતા ભડથું 

વિવેક વિહાર બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ પર ડીસીપી શાહદરાના નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, પશ્ચિમ વિહારના ભરોન એન્ક્લેવમાં રહેતા હોસ્પિટલના માલિક નવીન કીચી સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સેન્ટરની અંદર ઓક્સિજન સિલિન્ડરો હતા


બેબી કેર સેન્ટરની બાજુમાં એક બિલ્ડિંગ હતું, તે પણ આગની લપેટમાં આવી ગયું હતું પરંતુ સદનસીબે ત્યાં કોઈ જાનહાનિ થઈ ન હતી. બેબી કેર સેન્ટરની અંદર મોટી સંખ્યામાં ઓક્સિજન સિલિન્ડર પડેલા હતા. આગમાં કેટલાક ઓક્સિજન સિલિન્ડર પણ ફાટ્યા હતા, ફાયર બ્રિગેડની 16 ગાડીઓ રાત્રે ઘટનાસ્થળે પહોંચી હતી અને લગભગ 50 મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો.

આ સમાચાર શેર કરો