મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

બિહારમાં પ્રથમ તબક્કામાં 64.46 ટકા મતદાન, 56 બૂથો 5 વાગ્યે બંધ કરવા પડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. જોકે, મતદાન મથકો પર હાજર રહેલા લોકોને મતદાન કરવાન

બિહારમાં પ્રથમ તબક્કામાં 64.46 ટકા મતદાન, 56 બૂથો 5 વાગ્યે બંધ કરવા પડ્યા

બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થઈ ચૂક્યું છે. જોકે, મતદાન મથકો પર હાજર રહેલા લોકોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. દિવસભર બિહારના લોકોમાં મતદાનને લઈને નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, 64.46% મતદારોએ મતદાન કર્યું. તેમ છતાં હજુ ઘણા મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી હતી. 

જોકે, સુરક્ષાના કારણોસર 56 બૂથ પર સાંજે 5 વાગ્યે મતદાન બંધ કરવામાં આવ્યું હતું. બિહાર ચૂંટણીના આ પ્રથમ તબક્કાની પૂર્ણાહુતિ સાથે તેજસ્વી યાદવ, તેમના ભાઈ તેજ પ્રતાપ યાદવ, નાયબ મુખ્યમંત્રી વિજય સિંહા અને બિહારના 16 મંત્રીઓનું ભાવિ EVM માં સીલ થઈ ગયું છે.

મુખ્યમંત્રી નીતિશ કુમારથી લઈને વિપક્ષી નેતા તેજસ્વી યાદવ સુધીના બિહારના અગ્રણી વ્યક્તિઓએ પટનામાં મતદાન કર્યું. 18 જિલ્લાઓમાં 121 વિધાનસભા બેઠકો માટે મતદાન થયું છે. કુલ 1,314 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે. NDA (BJP-JDU) અને મહાગઠબંધન (RJD-કોંગ્રેસ-ડાબેરી) વચ્ચે ગળાકાપ સ્પર્ધા છે. પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે ઉભરી આવી છે.

આ સમાચાર શેર કરો