મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

5600 કરોડના ડ્રગ્સ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ કોંગ્રેસ RTI સેલનો પૂર્વ અધ્યક્ષ

દિલ્હીમાંથી ઝડપાયેલા 5600 કરોડ રૂપિયાના કોકેઈનના મામલામાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ

5600 કરોડના ડ્રગ્સ સિન્ડિકેટનો માસ્ટરમાઇન્ડ કોંગ્રેસ RTI સેલનો પૂર્વ અધ્યક્ષ

દિલ્હીમાંથી ઝડપાયેલા 5600 કરોડ રૂપિયાના કોકેઈનના મામલામાં મોટો ખુલાસો થયો છે. આ ડ્રગ સિન્ડિકેટનો માસ્ટરમાઈન્ડ અને મુખ્ય આરોપી તુષાર ગોયલ 2022માં દિલ્હી પ્રદેશ કોંગ્રેસના RTI સેલના અધ્યક્ષ રહી ચૂક્યો છે.

565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું

દિલ્હી પોલીસે ગત રોજ ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું હતું. દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે અંદાજીત પાંચ હજાર કરોડ રૂપિયાથી પણ વધુનું કોકેઇન જપ્ત કર્યું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલએ લગભગ 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું હતું. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

દિલ્હી પોલીસે 40 કિલો ગાંજો પણ જપ્ત કર્યો હતો

સ્પેશિયલ સેલના એડિશનલ કમિશનર પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર 560 કિલો કોકેઈનના કન્સાઈનમેન્ટની સાથે દિલ્હી પોલીસે 40 કિલો ગાંજો પણ જપ્ત કર્યો છે. જેની કિંમત 20 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મારિયાનાને ફૂકેટથી ફ્લાઈટ મારફતે દિલ્હી લાવવામાં આવી હતી. પ્રમોદ કુશવાહાના જણાવ્યા અનુસાર, ત્રણ મહિના પહેલા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા તેમને માહિતી મળી હતી કે એક મોટું મોડ્યુલ ડ્રગ્સની દાણચોરી કરી રહ્યું છે, જે દેશભરમાં ફેલાયેલું છે.

આ સમાચાર શેર કરો