MPમાં ઘરની અંદર એક જ પરિવારના 5 લોકોના મૃતદેહ લટકતા જોવા મળ્યા, 6 વર્ષ બાદ દિલ્હીના બુરારી જેવી ઘટના
મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક મકાનની અંદર પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવતા ખળ

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં એક મકાનની અંદર પાંચ લોકોની લાશ લટકતી હાલતમાં મળી આવતા ખળભળાટ મચી ગયો છે. પતિ, પત્ની અને ત્રણ બાળકોના મૃતદેહો લટકતા હોવાની માહિતી મળતાં જ જિલ્લાના એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ હત્યા છે કે સામૂહિક આત્મહત્યા? તે એફએસએલ અને પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ બહાર આવશે. પોલીસ હવે એફએસએલ ટીમની રાહ જોઈ રહી છે.
જણાવી દઈએ કે, જોગાનુજોગ આવી જ ઘટના 6 વર્ષ પૂર્વે આ જ દિવસે બની હતી. અર્થાત 1લી જુલાઈ 2018ના રોજ દિલ્હીના બુરારીમાં બનેલી ઘટનાએ પણ કમકમાટી ફેલાવી હતી. એની આજે 6ઠ્ઠી વરસીએ મધ્યચ પ્રદેશમાં પણ આવી જ ઘટના બની છે. દિલ્હીના બુરારીના સામૂહિક આત્મહત્યાના મામલાએ સમગ્ર દેશને ચોંકાવી દીધો હતો.
આજે એટલે કે 1લી જુલાઈએ આ ઘટનાને 6 વર્ષ પૂરા થઈ ગયા છે. 30 જૂન 2018ના રોજ બપોરે 12 થી 1 વાગ્યાની આસપાસ ચુંદાવત પરિવારના 11 લોકોએ આત્મહત્યા કરી હતી. આ ઘટનામાં દસ લોકો લટકતા મળી આવ્યા હતા, જ્યારે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. બીજા દિવસે એટલે કે 1 જુલાઈ 2018ના રોજ, તેમના મૃત્યુ પછી વહેલી સવારે તેમના મૃતદેહ ઘરમાંથી મળી આવ્યા હતા.






