મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

47મી આસિયાન સમિટ: વર્ચ્યુઅલી સંબોધનમાં PM મોદીએ આસિયાનને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે આજે 47

47મી આસિયાન સમિટ: વર્ચ્યુઅલી સંબોધનમાં PM મોદીએ આસિયાનને ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો મહત્વપૂર્ણ આધારસ્તંભ ગણાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે એટલે કે આજે 47મી આસિયાન સમિટને વર્ચ્યુઅલી સંબોધિત કરી હતી. જેમાં તેમણે નોંધ્યું હતુ કે, ભારત અને આસિયાન મળીને વિશ્વની વસ્તીના લગભગ 25 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે, બંને પક્ષો વચ્ચેના સંબંધો ઊંડા ઐતિહાસિક, સાંસ્કૃતિક અને સહિયારા મૂલ્યો પર આધારિત છે. તેમણે જણાવ્યું કે, આસિયાન ભારતની એક્ટ ઇસ્ટ પોલિસીનો એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. તેમણે ભાર મૂક્યો કે ભારત અને આસિયાન વચ્ચે સહયોગ પ્રાદેશિક સ્થિરતા, શાંતિ અને સમૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે. 

આસિયાન દેશો વચ્ચેની ભાગીદારી ગ્લોબલ સાઉથનો અવાજ: વડાપ્રધાન મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, "ભારત અને આસિયાન, ગ્લોબલ સાઉથના સારથી." કહ્યું કે ભારત અને આસિયાન દેશો વચ્ચેની ભાગીદારી ફક્ત આર્થિક કે વ્યૂહાત્મક નથી, પરંતુ આ ગ્લોબલ સાઉથના અવાજ અને નેતૃત્વનું પણ પ્રતીક છે." તેમણે કહ્યું કે, "ભારત દરેક કટોકટી અને આપત્તિમાં તેના આસિયાન મિત્રો દેશો સાથે મજબૂત રીતે ઊભું રહ્યું છે."

'સાથે મળીને આગળ વધવા માટે ભારત પ્રતિબદ્ધ'

વડાપ્રધાન મોદીએ કહ્યું, "અનિશ્ચિતતાના આ સમયગાળામાં પણ, ભારત-આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ સતત પ્રગતિ કરી છે. અમારી મજબૂત ભાગીદારી વૈશ્વિક સ્થિરતા અને વિકાસ માટે એક મજબૂત પાયા તરીકે ઉભરી રહી છે. આ વર્ષની આસિયાન સમિટ થીમ Inclusivity and Sustainability છે. આ થીમ અમારા સહિયારા પ્રયાસોમાં સ્પષ્ટ છે, પછી ભલે તે ડિજિટલ સમાવેશ હોય કે વર્તમાન વૈશ્વિક પડકારો વચ્ચે ખાદ્ય સુરક્ષા અને સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાઓ સુનિશ્ચિત કરવી. ભારત આ પ્રાથમિકતાઓને સંપૂર્ણ સમર્થન આપે છે અને આ દિશામાં સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે."

આ સમાચાર શેર કરો