Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 4 children became doctors, 5th one cracked the exam? Jaipur's Biwal family in CBI custody

4 બાળકો ડૉક્ટર બન્યા, 5મા માટે પેપર ફોડ્યું? CBI ના સંકજામાં જયપુરનો બિવાલ પરિવાર

Timeછેલ્લું અપડેટ : 14 May 2026
લાઇવ ટીવીGoogle News
4 બાળકો ડૉક્ટર બન્યા, 5મા માટે પેપર ફોડ્યું? CBI ના સંકજામાં જયપુરનો બિવાલ પરિવાર
સોર્સ : GSTV

NEET-UG 2026 Paper Leak: NEET-UG 2026 પેપર લીક મામલે કેન્દ્રીય તપાસ બ્યુરો (CBI)એ એક્શન મોડમાં આવીને પ્રથમ મોટી કાર્યવાહી કરી છે. રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ (SOG) પાસેથી તપાસ સંભાળ્યાના માત્ર 24 કલાકમાં જ સીબીઆઈએ 5 શખ્સોની ધરપકડ કરી છે. આ ધરપકડ કરાયેલા લોકોમાં જયપુરના જમવા-રામગઢના એક જ પરિવારના ત્રણ સભ્યો - દિનેશ બિવાલ, તેનો ભાઈ માંગીલાલ બિવાલ અને માંગીલાલનો પુત્ર વિકાસ બિવાલ સામેલ છે. આ ઉપરાંત ગુરુગ્રામથી યશ યાદવ અને નાસિકથી શુભમ ખૈરનારની પણ ધરપકડ કરવામાં આવી છે.

App Store

પેપર લીકની ડીલ અને પરિવારની ભૂમિકા

તપાસમાં સામે આવ્યું છે કે આરોપી વિકાસે ગયા વર્ષે પણ નીટની પરીક્ષા આપી હતી પરંતુ તે નાપાસ થયો હતો. આ વર્ષે પણ તેની પાસ થવાની શક્યતા ઓછી હોવાથી પેપર લીકનો સહારો લેવામાં આવ્યો હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બિવાલ પરિવાર તપાસના ઘેરામાં એટલે આવ્યો કારણ કે આ પરિવારના ચાર બાળકો વર્ષ 2025માં નીટ પાસ કરી ચૂક્યા છે અને હાલ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહ્યા છે. શંકા છે કે દિનેશે 26થી 27 એપ્રિલ વચ્ચે યશ યાદવ પાસેથી પ્રશ્નપત્ર મેળવ્યું હતું અને 29 એપ્રિલે સીકર જઈને પોતાના પુત્રને આપ્યું હતું. એટલું જ નહીં, આ પેપર અન્ય 10 લોકો સાથે પણ શેર કરવામાં આવ્યું હોવાનું જણાય છે.

સીકરના એક ઈમેઈલથી ફૂટ્યો ભાંડો

આ આખા કૌભાંડનો પર્દાફાશ સીકરની એક કોચિંગ સંસ્થાના ફેકલ્ટી મેમ્બરના કારણે થયો હતો. તેમણે વોટ્સએપ અને ટેલિગ્રામ પર વાઇરલ થઈ રહેલા 'ગેસ પેપર'ને જોયું અને જ્યારે જાણવા મળ્યું કે તે અસલી નીટ પેપર સાથે ઘણું મળતું આવે છે, ત્યારે તેમણે તાત્કાલિક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને ઈ-મેઈલ દ્વારા જાણ કરી હતી. આ માહિતી મળ્યા બાદ SOGએ 8 મેના રોજ તપાસ શરૂ કરી અને 'આરકે કન્સલ્ટન્સી' ચલાવતા રાકેશ મંડાવરિયાને કસ્ટડીમાં લીધો હતો.

રાજસ્થાન સરકાર અને તંત્રની ઢીલી નીતિ પર સવાલ

આ મામલે રાજ્ય સરકારની ભૂમિકા પર પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. SOGને 8થી 10 મે વચ્ચે જ વાઇરલ પેપર અને અસલી પેપર વચ્ચે સમાનતા હોવાના પુરાવા મળી ગયા હતા, તેમ છતાં સરકારે કોઈ ત્વરિત એલર્ટ જાહેર કર્યું નહોતું કે ન તો કોઈ એફઆઈઆર દાખલ કરી હતી. જ્યારે મામલો જાહેર થયો ત્યારે સરકાર માત્ર તપાસ સીબીઆઈને સોંપવાના કેન્દ્રના નિર્ણયની રાહ જોતી રહી હતી. હવે સીબીઆઈ એ વાતની પણ તપાસ કરી રહી છે કે શું આ પેપર સીકરના કોચિંગ નેટવર્કમાં વધુ મોટા પાયે ફેલાયું હતું કે કેમ.