Video: મુંબઈમાં આવેલા તેમના નિવાસસ્થાન મન્નત બહાર ફેન્સનું ઘોડાપૂર, શાહરૂખે ચાહકોનું અભિવાદન ઝીલ્યું

જન્મદિવસની ઉજવણીના આ ખાસ અવસરે શાહરૂખ ખાને મન્નતની બાલ્કનીમાં આવીને પોતાના હજારો ચાહકોનું અભિવાદન સ્વીકાર્યું હતું અને તેમને પ્રેમ તથા સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો. મુંબઈ સહિત દેશભરમાંથી આવેલા ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર પણ સેલિબ્રિટીઓ અને ચાહકો દ્વારા કિંગ ખાન પર અભિનંદનનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. પોતાની અંદાજ અને દમદાર અભિનયથી દાયકાઓથી દર્દીઓના દિલ પર રાજ કરનાર શાહરૂખ ખાનના જન્મદિવસે તેમના નિવાસસ્થાન બહારનો માહોલ કોઈ તહેવારથી કમ નહોતો લાગતો.
જાહેરાત








