Video: 333 વર્ષ જૂની મીઠાઈની ધૂમ

તમિલનાડુના રાનીપેટ જિલ્લામાં દિવાળીના તહેવારને લઈને 333 વર્ષ જૂની પરંપરાગત આર્કોટ મક્કન પેડાની માંગમાં વધારો થયો છે. નવાબી સમયથી પ્રચલિત આ મીઠાઈ આજે પણ લોકોમાં વિશેષ લોકપ્રિયતા ધરાવે છે. શુદ્ધ માવા અને પરંપરાગત પદ્ધતિથી તૈયાર થતી આ મીઠાઈ દિવાળીના તહેવાર દરમિયાન લોકોની પ્રથમ પસંદ બની રહી છે. તહેવાર નજીક આવતાં મીઠાઈની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સ્થાનિક મીઠાઈ બનાવનારાઓને પણ વધતી માંગને પગલે વધુ ઓર્ડર મળી રહ્યા છે. આર્કોટ મક્કન પેડા તેની અનોખી ઓળખ અને 333 વર્ષ જૂની પરંપરાને કારણે આજે પણ લોકપ્રિય છે.







