મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દિલ્હીમાં પ્રદૂષણ વધતા બાંધકામની પ્રવૃતિઓ પર પ્રતિબંધ

સોર્સ: gstv

દિલ્હી અને એનસીઆરમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે એક મોટું પગલું ભર્યું છે. તેમણે ૫ નવેમ્બરથી ૨૦ નવેમ્બર સુધી દિલ્હી અને એનસીઆરમાં કન્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન તમામ સંબંધિત એજન્સીઓને આદેશનું સખત પાલન કરવાના નિર્દેશો આપવામાં આવ્યા છે. સરકારનો આ નિર્ણય શિયાળામાં પ્રદૂષણના સ્તરમાં થતા વધારાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. બુધવાર અને ગુરુવારના રોજ દિલ્હીનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ૨૦૦થી ઉપર એટલે કે ખરાબ કેટેગરીમાં રહ્યો. જોકે, શુક્રવાર સવાર સુધીમાં AQI ઘટીને ૧૩૩ પર પહોંચી ગયો હતો, જે મધ્યમ કેટેગરીમાં આવે છે.

આ સમાચાર શેર કરો