Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ભારત : 3-year-old innocent dies after being crushed under father's vehicle, family in mourning

Uttrakhand news: પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, પરિવારમાં શોકનો માહોલ

Timeછેલ્લું અપડેટ : 14 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Uttrakhand news: પિતાના વાહન નીચે કચડાઈ જતાં 3 વર્ષની માસૂમનું મોત, પરિવારમાં શોકનો માહોલ
સોર્સ : GSTV

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાંથી એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. અહીં એક ત્રણ વર્ષની માસૂમ બાળકીનું તેના જ પિતાના વાહન નીચે આવી જવાથી મોત નીપજ્યું છે. પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે પિતાને મળવા દોડેલી દીકરી કાળનો કોળિયો બની ગઈ હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

App Store

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી મુજબ, ઝબરેડાના રહેવાસી રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારે રાત્રે આશરે 8 વાગ્યાની આસપાસ તેઓ પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. રવિ કુમાર જ્યારે ઘરના આંગણામાં પોતાની ગાડી પાર્ક કરી રહ્યા હતા, ત્યારે ગાડીનો અવાજ સાંભળીને તેમની 3 વર્ષની નાની દીકરી નીલમ ઉત્સાહમાં આવીને પિતાને મળવા માટે દોડી હતી.

રિવર્સ લેતી વખતે સર્જાયો અકસ્માત

બાળકી દોડીને ગાડીની પાછળના ભાગે ઉભી રહી ગઈ હતી, જેનો અંદાજ રવિ કુમારને રહ્યો ન હતો. અંધારું હોવાને કારણે અને રિવર્સ લેતી વખતે દીકરી પાછળ હોવાની જાણ ન હોવાથી, માસૂમ નીલમ ગાડીના ટાયર નીચે આવી ગઈ હતી. બાળકીની ચીસ સાંભળીને પરિવારના સભ્યો દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું.

પરિવારમાં માતમનો માહોલ

બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પોતાની જ ભૂલને કારણે વ્હાલસોયી દીકરી ગુમાવનાર પિતા અને અન્ય સભ્યોની ખરાબ હાલત છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મામલાની તપાસ હાથ ધરી હતી. અત્યંત ગમગીન માહોલમાં બાળકીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. રવિ કુમારને બે દીકરીઓ છે, જેમાં નીલમ નાની હતી.

ટોપિક્સ:accidentgstvuttarakhandharidwar