નવી મુંબઈમાં 3 માળની ઈમારત ધરાશાયી, અનેક લોકો દટાયા હોવાની આશંકા
મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મું

મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ છે. મુંબઈમાં ભારે વરસાદ બાદ નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. ઈમારત ધરાશાયી થવાને કારણે અહીં ઘણા લોકો દટાઈ જવાની આશંકા છે. બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા.
ઘણા લોકો કાટમાળ નીચે દટાયા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરી ચાલી રહી છે. જેસીબીને પણ સ્થળ પર બોલાવી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી
ગયા અઠવાડિયે મુંબઈના ગ્રાન્ટ રોડ વિસ્તારમાં એક બિલ્ડિંગની બાલ્કનીનો એક ભાગ ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય ચાર લોકો ઘાયલ થયા હતા. આ ઘટના ગ્રાન્ટ રોડ રેલવે સ્ટેશન નજીક આવેલી ચાર માળની ઇમારત રૂબિનિસા મંઝિલમાં સવારે 11:00 વાગ્યે બની હતી. મુંબઈ ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર, બીજા અને ત્રીજા માળની બાલ્કની અને સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો હતો અને કેટલાક ભાગ જોખમી રીતે લટકી ગયા હતા.
રેસ્ક્યુ ટીમે વિવિધ સાધનોનો ઉપયોગ કરીને તેમને બહાર કાઢ્યા હતા. મુંબઈ ફાયર બ્રિગેડના ચાર વાહનો, એક ક્વિક રિસ્પોન્સ વ્હીકલ (QRV), એક રેસ્ક્યુ વ્હીકલ (RV), અને એક ટર્નટેબલ લેડર (TTL) સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓએ રાહત અને બચાવ કામગીરીમાં મદદ માટે પોલીસ, એમ્બ્યુલન્સ અને વોર્ડ સ્ટાફ તૈનાત કર્યો હતો. મુંબઈ ફાયર બ્રિગેડે અત્યાર સુધીમાં 13 લોકોને બચાવ્યા છે. ભાટિયા હોસ્પિટલે ચાર ઘાયલોની પુષ્ટિ કરી હતી, જ્યારે એક મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.








