મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

રણથંભોર ટાઈગર રિઝર્વ પાર્કમાંથી ગુમ થઈ રહ્યા છે વાઘ, એક વર્ષમાં 75માંથી 25 થયા ગાયબ

રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાંથી છેલ્લા એક વર્ષમાં 75માંથી 25 વાઘ ગુમ થયા છે. રાજસ્થાન

રણથંભોર ટાઈગર રિઝર્વ પાર્કમાંથી ગુમ થઈ રહ્યા છે વાઘ, એક વર્ષમાં 75માંથી 25 થયા ગાયબ

રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાંથી છેલ્લા એક વર્ષમાં 75માંથી 25 વાઘ ગુમ થયા છે. રાજસ્થાનના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન પવન કુમાર ઉપાધ્યાયે સોમવારે પાર્કના અધિકારીઓને આ માહિતી આપી હતી. એક વર્ષમાં આટલી મોટી સંખ્યામાં વાઘ ગુમ થયા હોવાનો સત્તાવાર અહેવાલ પહેલીવાર સામે આવ્યો છે. અગાઉ, જાન્યુઆરી 2019થી જાન્યુઆરી 2022 વચ્ચે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાનમાંથી 13 વાઘ ગુમ થયાની જાણ થઈ હતી.

આ પણ વાંચોઃ VIDEO: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કલમ-370ની બહાલીનો પ્રસ્તાવ ધ્વનિ મતથી પાસ, ભાજપે મચાવ્યો હોબાળો

વન વિભાગે ગુમ થયેલા વાઘની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી. તેઓ મોનિટરિંગ રેકોર્ડની સમીક્ષા કરશે અને જો પાર્ક સત્તાવાળાઓ તરફથી કોઈ ચૂક થયેલી હશે તો તેમની સામે કાર્યવાહી કરવાની ભલામણ કરશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હાલમાં તો 17 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે ગુમ થયેલા 14 વાઘ બાબતે ધ્યાન અપાશે. જેનો હજુ સુધી કોઈ પત્તો મળ્યો નથી.

મુખ્ય વાઇલ્ડલાઇફ વોર્ડન પવન કુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, આ કમિટી બે મહિનામાં રિપોર્ટ સબમિટ કરશે. અમે મોનિટરિંગમાં કેટલીક ક્ષતિઓ જોઈ છે જેને સુધારવાનો પ્રયાસ કરાશે. મેં સાપ્તાહિક મોનિટરિંગ રિપોર્ટ્સ એકત્રિત કરવાનું શરૂ કર્યું છે, જેમાં જાણવા મળ્યું હતું કે આ ટ્રેપ કેમેરામાં વાઘ રેકોર્ડ કરવામાં આવ્યા ન હતા. આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી રહી છે.

પાર્કના અધિકારીઓનું કહેવું છે કે પાર્કમાં વાઘની સંખ્યા વધુ હોવાને કારણે સંઘર્ષ થઈ રહ્યો છે, કારણ કે એક જ વિસ્તારમાં વાઘ વચ્ચે ક્ષેત્રીય લડાઈ થતી હોય છે. 75 વાઘમાં યુવા વાઘ અને બચ્ચાંઓનો સમાવેશ થાય છે. પાર્કનો 900 ચોરસ કિલોમીટર વિસ્તાર આ વાઘને સમાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે.

વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (2006-2014) દ્વારા હાથ ધરવામાં આવેલા અભ્યાસ મુજબ, આ પાર્કમાં માત્ર 40 પુખ્ત વાઘને સુરક્ષિત રીતે આશ્રય આપી શકાય છે.

આ સમાચાર શેર કરો