મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

જમ્મુ કાશ્મીરમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી, 2 ના મોત 16 ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી ગઈ

જમ્મુ કાશ્મીરમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી, 2 ના મોત 16 ઈજાગ્રસ્ત

જમ્મુ કાશ્મીરના ઉધમપુર જિલ્લાના બસંતગઢમાં CRPF જવાનોની ગાડી ઊંડી ખાઈમાં પડી ગઈ છે. આ ગંભીર અકસ્માત કંડવા વિસ્તારની પાસે થયો છે. આ એક્સિડન્ટમાં બે CRPF જવાનોના મોત થયા છે. જ્યારે 16 જવાનો ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્ત કમાંડોને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. આ બસમાં લગભગ 23 જેટલા જવાનો સવાર હોવાનું જાણવા મળ્યું છે.  
 
https://twitter.com/radionews_jammu/status/1953332252873462224

સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, કંડવા-બસંતગઢ વિસ્તારમાં CRPF વાહન સાથે થયેલા માર્ગ અકસ્માતના સમાચાર સાંભળીને મને દુઃખ થયું છે. વાહનમાં ઘણા બહાદુર CRPF જવાનો મુસાફરી કરી રહ્યા હતા. મેં હમણાં જ DC સલોની રાય સાથે વાત કરી છે, જેઓ પરિસ્થિતિનું વ્યક્તિગત રીતે નિરીક્ષણ કરી રહ્યા છે. તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક લોકો સ્વેચ્છાએ મદદ માટે આગળ આવ્યા છે. શક્ય તેટલી મદદ સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો