મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

PHOTOS: મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ, સ્કૂલ-કોલેજો બંધ, ટ્રેન વ્યવસ્થા સંપૂર્ણ ઠપ્પ

માયાનગરી મુંબઈમાં રાતે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળામાં વિવિધ સ્થળોએ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છ

PHOTOS: મુંબઈમાં 6 કલાકમાં 12 ઈંચ વરસાદ, સ્કૂલ-કોલેજો બંધ, ટ્રેન વ્યવસ્થા સંપૂર્ણ ઠપ્પ

માયાનગરી મુંબઈમાં રાતે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકના સમયગાળામાં વિવિધ સ્થળોએ 12 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. મુંબઈમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું અને ઉપનગરીય ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી.

ઠાણેમાં સ્થિતિ ગંભીર

મુંબઈમાં કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

સતત પડી રહેલા વરસાદને કારણે પાટા પર પાણી ભરાઈ જવાને મુંબઈની લાઈફલાઈન ગણાતી રેલ્વે લોકલ બંધ પડી છે કામધંધે અને શિક્ષણ માટે જનારા વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે.

લોકલના ટ્રેક પાણીમાં ડૂબ્યા

ખાસ કરીને મધ્ય રેલ્વે માં સાયન કુર્લા મુલુન્ડ થાણે અને આગળ ટ્રેક પર પાણી ભરાયા છે તો બદલાપુર કલ્યાણ પાસે ટ્રેક પરના પથ્થર ખડી પડ્યા છે જેને લઈ સંપૂર્ણ રેલ વ્યવહાર બંધ છે.

મુંબઈમાં ભારે વરસાદ

સિઓન- મહાત્મા ગાંધી માર્કેટ રોડ

 ભારે વરસાદને કારણે બસોની અવર-જવરને પણ અસર થઇ. અનેક બસના રુટ બદલવાની ફરજ પડી હતી. જ્યારે ઉપ નગરીય અને હાર્બર લાઈન પર ભારે વરસાદથી પાણી ભરાઈ જવાથી રેલવેની અવર-જવરને માઠી અસર થઈ.

ઠેર ઠેર પાણી ભરાયા

વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ, કુર્લા વિક્રોલી અને ભાંડુપ રેલવે સ્ટેશન અસરગ્રસ્ત થયા હતા. એકાએક વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં મુંબઈકરો  મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. 

નીચાણવાળા વિસ્તારોમાં પાણી

ઓફિસે જતા લોકોને પડી મુશ્કેલી

આ સમાચાર શેર કરો