સુરતના પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનોની ગુંજ, વરુની જોડીએ ચાર બચ્ચાને આપ્યો જન્મ
સુરતના પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનોની ગુંજ સભળાઈ રહી છે. વરુની જોડીએ ચાર બચ્ચાઓને વરુની

સુરતના પ્રાણી સંગ્રહાલયમાં નવા મહેમાનોની ગુંજ સભળાઈ રહી છે. વરુની જોડીએ ચાર બચ્ચાઓને વરુની જોડીએ જન્મ આપ્યો છે. આ નવા ચાર બચ્ચાઓના જન્મ પછી સરથાણા નેચર પાર્કમાં વરૂઓની કુલ સંખ્યા 9 થઈ ગઈ છે. ઝુના કર્મચારીઓ અને વાઇલ્ડલાઇફ ડિપાર્ટમેન્ટે માદા વરૂ અને તેના બચ્ચાઓ માટે અનુકૂળ પરિસ્થિતિઓ અને કાળજી જાળવવાની ખાતરી આપી છે.
બાળ વરુઓ તંદુરસ્ત
નાહરગઢ બાયોલોજીકલ પાર્ક (જયપુર ઝુ) સાથે થયેલા પ્રાણી વિનિમય કાર્યક્રમ અંતર્ગત 2023માં લાવવામાં આવેલા ભારતીય વરુઓની (Indian Wolf) જોડી “જય” અને “પરી” દ્વારા આ વર્ષે બીજી વાર સફળ પ્રજનન થયું છે. પરીએ તારીખ 15 ડિસેમ્બર, 2024ના રોજ પોતાના પાંજરાના ઓપન યાર્ડમાં જાતે બનાવેલા દર (બખોલ)માં ચાર તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો છે. આ પહેલા, 7 જાન્યુઆરી, 2024ના રોજ પણ આ જ જોડીના પ્રજનન દ્વારા બે નર બચ્ચાઓનો જન્મ થયો હતો.
પ્રાણી પ્રેમીઓમાં આકર્ષણ
ભારતીય વરૂઓ સામાન્ય રીતે 65-70 દિવસના ગર્ભાધાન પછી બચ્ચા જન્માવે છે. જન્મ સમયે બચ્ચાઓની આંખો બંધ હોય છે, જે 8-10 દિવસમાં ખુલતી હોય છે. હાલમાં “પરી” બચ્ચાઓની પૂરતી કાળજી લેતી જોવા મળી રહી છે, જે વરૂના કુદરતી સ્વભાવને દર્શાવે છે. વરૂ જેવા દુર્લભ પ્રાણીઓના સંરક્ષણ અને પ્રજનન પ્રોગ્રામમાં પ્રાપ્ત થયેલી આ સફળતા પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની જવાબદારી માટે એક સરાહનીય પગલું છે.સરથાણા નેચર પાર્ક દ્વારા આ નવી સિદ્ધિ પ્રાણીસંગ્રહાલયના મહત્ત્વને વધારશે અને પ્રાણીપ્રેમીઓ માટે વધુ આનંદની ક્ષણો લાવશે.








