મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થવા મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો એક આરોપી ફરાર થઇ ગયો

અમદાવાદ : કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી આરોપી ફરાર થવા મામલે 2 પોલીસકર્મી સસ્પેન્ડ

Ahmedabad News : અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનની કસ્ટડીમાંથી ચોરીનો એક આરોપી ફરાર થઇ ગયો હતો. જો કે બાદમાં નારોલ વિસ્તારમાંથી તેને ફરી દબોચી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં ફરજમાં બેદરકારી દાખવવા બાદલ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના 2 પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 

ફરજમાં બેદરકારી બદલ 2 પોલીસકર્મી સસ્પેન્ડ

21 નવેમ્બરના રોજ કાગડાપીઠ  પોલીસ સ્ટેશનમાંથી ઘરફોડ ચોરીના ગુનાનો આરોપી હિતેશ ઉર્ફે રોકી પોલીસની નજર ચુકવી પોલીસ કસ્ટડીમાંંથી ભાગી ગયો હતો. આરોપી ફરાર થવાની આ ઘટનામાં ઝોન-6 DCPએ કાગડાપીઠ  પોલીસ સ્ટેશન ASI કિરનસિંહ અર્જુનસિંહ અને અનાર્મ હેડ કોન્સ્ટેબલ ભરતકુમાર હેમુભાઈને સસ્પેન્ડ કર્યા છે. 

પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને આરોપી કસ્ટડીમાંથી થયો હતો ફરાર 

અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયેલા ચેઈન સ્ન્ચેચિંગના  આરોપી હિતેશ વાઘેલા ઉર્ફે રોકીને ઝોન-6 એલસીબી સ્કવોડ અને કાગડાપીઠ પોલીસે સંયુક્ત કામગીરી કરી નારોલ વિસ્તારમાંથી દબોચી લીધો હતો. આરોપી ગુરુવારની રાત્રે 11.15 વાગ્યાની આસપાસ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મચારીઓની નજર ચૂકવીને ભાગવામાં સફળ રહ્યો હતો. 

રીક્ષામાં પેસન્જરને બેસાડીને કરતા હતા લૂંટ

ઝોન-2 LCB સ્ક્વોડ પેટ્રોલિંગમાં હતું ત્યારે બાતમી મળી હતી કે ત્રણ શખ્સો ઓટો રીક્ષામાં પેસન્જરને બેસાડીને તેમની નજર ચુકવીને મોબાઈલ, રોકડ રૂપિયા લૂંટી લેતા હતા. તો તેઓ રાત્રિના સમયે ખુલ્લા ઘરોમાં પ્રવેશ કરીને મોબાઈલની ઉઠાંતરી કરીને ફરાર થઈ જતા હતા. આ ત્રણેય ગુનેગારોને પોલીસે ઝડપી લીધા હતા. ત્રણેય આરોપીઓને પકડીને કાગડાપીઠ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 9 મોબાઈલ ફોન, રીક્ષા અને રોકડ રૂપિયા દબોચ્યા હતા. 

આ સમાચાર શેર કરો