VIDEO: દાહોદના કાળીડેમમાં જીવના જોખમે યુવાનો બનાવી રહ્યા છે રીલ્સ
દાહોદના કાળીડેમમાં યુવાનો રીલ્સ બનાવવા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવ જોખમમાં મૂકતા હોવા
દાહોદના કાળીડેમમાં યુવાનો રીલ્સ બનાવવા ધસમસતા પાણીના પ્રવાહમાં જીવ જોખમમાં મૂકતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ડેમના ધસમસતા પાણી અને પથ્થરો પર યુવાનો રીલ્સ બનાવતા હોય તેવા જોખમી દ્રશ્યો જોવા મળ્યા હતા. જો રીલ્સ બનાવવા દરમિયાન કંઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? આ ઘટનાએ તંત્રની બેદરકારી પણ ઉજાગર કરી છે. ડેમ પર કોઈ સુરક્ષા વ્યવસ્થા જોવા મળી નથી. સ્થાનિકોએ વહીવટીતંત્ર સમક્ષ સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માંગ કરી છે.




