મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

15 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: શહેર પોલીસ કંટ્રોલરૂમને 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ મળ્યો હત

15 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ કરનાર યુવક ઝડપાયો

અમદાવાદ: શહેર પોલીસ કંટ્રોલરૂમને 15 ઓગસ્ટે બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ મળ્યો હતો. મેસેજ બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. 15 ઓગસ્ટે અમદાવાદમાં બોમ્બ બ્લાસ્ટનો ઈ-મેઈલ કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે.

અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલને બૉમ્બ બ્લાસ્ટનો ધમકી ભર્યો મેસેજ કરનાર યુવકની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે અરિહંત કાંકરિયા નામના યુવકની અટકાયત કરી છે. કુબેરનગર વિસ્તારમાંથી યુવકની ધરપકડ કરી છે. યુવક અભ્યાસને કારણે ડીપ્રેસનમાં હોવાનું સામે આવ્યું છે. સરદારનગર પોલીસ મથકમાં સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવશે. 

આ સમાચાર શેર કરો