દુબઇની ફ્લાઇટથી સુરત એરપોર્ટ પર આવેલા યુવકના બેલ્ટના બક્કલમા હતુ આટલા લાખનું સોનું
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇથી આવેલી ફલાઇટમાંથી કસ્ટમ એક યુવકને ઝડપી તેની પાસેથી 11 લાખનું સોન

સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઇથી આવેલી ફલાઇટમાંથી કસ્ટમ એક યુવકને ઝડપી તેની પાસેથી 11 લાખનું સોનું જપ્ત કર્યું હતુ. આ યુવક પટ્ટાનું બક્કલ જ સોનાનું લઇને આવ્યો હતો. ચેકિંગમાં એક અધિકારીને પટ્ટાનો ચળકાટ વધુ લાગતા તેને સાઇડમાં બોલાવી ચેકિંગ કરાતા બક્કલ 11 લાખનું હોવાનો ખુલાસો થયો હતો.
પોલીસે ગુનો નોંધ્યો
અગાઉ એપ્રિલમાં પણ એક યુવક સોનાના બક્કલ સાથે પકડાયો હતો. 30 વર્ષીય યુવાનનો અધિકારીએ પટ્ટો ઉતરાવીને બક્કલનું ચેકિંગ કરતા તે દોઢસો ગ્રામ એટલે કે 11 લાખનું હોવાનો ખુલાસો થયો હતો. પોલીસે બોગસ બિલિંગમાં જે કેસ નોંધ્યા છે તેમાં લગભગ બધા જ ફોર્જરી ડોક્યુમેન્ટ અંગેના છે. કોઈ ફરિયાદી આવીને કહે કે મારા ડોકયુમેન્ટનો દુરુપયોગ થયો એટલે પોલીસ ગુનો નોંધે. હવે આ બારી જ જીએસટીએ બંધ કરી દીધી છે.
અગાઉ યુવક બક્કલ સાથે પકડાયેલો
70 લાખના ગોલ્ડ સ્મગલિંગ કેસમાં 2આરોપીઓ હજી જેલમાં છે,જ્યારે આરોપી ઉમૈમા અને ફિરોજ નૂરને નીચલી કોર્ટે જામીન પર મુક્ત કરતો હુકમ કર્યો હતો. બચાવ પક્ષે એડવોકેટ નદીમ ઇસ્માઇલ ચૌધરીની દલીલ હતી કે પોલીસે બોગસ બિલનો કેસ બનાવ્યો છે અને બિલ બોગસ છે કે તે પોલીસ સાબિત કરી શકી નથી.








