મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં યુવકના ટ્રેનની અડફેટે થયાં કટકાં, રેલવે ટ્રેક પર નશો કરવા ગયાની આશંકા

સુરતના રેલવે ટ્રેક પર નશાનો વેપલો યથાવત હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં રહેતા કર્મકાંડી બ્ર

સુરતમાં યુવકના ટ્રેનની અડફેટે થયાં કટકાં, રેલવે ટ્રેક પર નશો કરવા ગયાની આશંકા

સુરતના રેલવે ટ્રેક પર નશાનો વેપલો યથાવત હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં રહેતા કર્મકાંડી બ્રાહ્મણ યુવકનું ટ્રેન અડફેટે મોત થયું હતું. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. યુવક રેલવે ટ્રેક પર બે મિત્રો સાથે જતો દેખાયા બાદ ઘટના બની હતી. યુવક રેલવે ટ્રેક પર નશો કરવા કે નશો કરી રેલવે ટ્રેક પર ગયો હોવાની આશંકાએ તપાસ હાથ ધરાઈ છે.

આ પણ વાંચોઃસુરતમાં ભેંસો ભરેલા ટ્રકે રિવર્સ લેતા સર્જાયો અકસ્માત, ખુલ્લામાં સૂતેલા બે પૈકી એક કચડાયો

આધારકાર્ડ મળી આવ્યું

અજયનું ટ્રેનની અડફેટે મોત થયું હતું. રેલવે પોલીસને સુમુલ ડેરી રોડ પર આવેલા પાર્સલ ઓફિસ નજીક વોશિંગ યાર્ડ પાસેથી અજયનો મૃતદેહ મળ્યો હતો. યુવકના શરીરના કટકા થઈ ગયા હતા. રેલવે પોલીસને મૃતક અજય પાસેથી આધારકાર્ડ મળી આવ્યું હતું. જેના આધારે પોલીસે પરિવારનો સંપર્ક કર્યો હતો.

બહેન લંડન રહે છે

કતારગામના ઘનમોરા ખાતે આવેલા મગન નગરમાં અજય હરીશચંદ્ર જોશી માતા સાથે રહેતો હતો. કર્મકાંડનું કામ કરતો હતો. અજયના પિતાનું થોડા વર્ષો પહેલા અવસાન થયું હતું. અજયને અન્ય એક બહેન છે અને જે લંડનમાં રહે છે. દિવાળી પર્વે માતા-પુત્ર બંને પોતાના વતન ગયા હતા. બાદમાં લાભ પાંચમના દિવસે અજય જોશી પરત સુરત ઘરે આવી ગયો હતો. મોડી રાત્રે મૃતક હાથમાં કાળી થેલી સાથે બે મિત્રને લઈને બાઈક પર જતા દેખાયા હતા.

આ સમાચાર શેર કરો