મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બોટાદ : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, સાયલાના બે આરોપીની અટકાયત

બોટાદના તુલસીનગર-1 વિસ્તારમાં સરાજાહેર હત્યાનો ભેદ ઉકેલાયો છે. મંગેતર સાથે પ્રેમ સંબંધના કારણે યુવાનની હ

બોટાદ : પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા, સાયલાના બે આરોપીની અટકાયત

બોટાદના તુલસીનગર-1 વિસ્તારમાં સરાજાહેર હત્યાનો ભેદ ઉકેલાયો છે. મંગેતર સાથે પ્રેમ સંબંધના કારણે યુવાનની હત્યા કરી નાખવાનું બહાર આવ્યું છે. બે આરોપીની અટકાયત કરી વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે.

યુવક પર જીવલેણ હુમલો, સારવાર દરમિયાન મોત 

ગઈકાલે 22 નવેમ્બરના સાંજના સમયે બોટાદના ઢાકણીયા રોડ પર પર રહેતા  બિજલ ઉર્ફે હિતેશ મહિરાયા નામના યુવાન પર સાયલા તાલુકાના બે શખ્સોએ  છરીના ઉપરાછાપરી 5થી 6 ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો.  યુવાનને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે સબિહા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો,  જ્યાં સારવાર દરમિયાન યુવાનનું મોત નિપજ્યું હતું.

હત્યારા બે આરોપીની અટકાયત 

હત્યાની આ ઘટનામાં પોલીસે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના મોટા ભડલા ગામના રોહિત ભરતભાઈ ભોજવીયા અને શ્યામ ભોજવીયાની અટકાયત કરી છે. 

હત્યારાની મંગેતર સાથે મૃતકને હતો પ્રેમસંબંધ 

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રોહિત ભોજવીયાની મંગેતર આરતી સાથે મૃતક બીજલ ઉર્ફે હિતેશ મહેરિયાને પ્રેમસંબંધ હતો, જેના કારણે રોહિતની હત્યા કરી દેવામાં આવી હતી. પોલીસે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો