મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લી / બાઈક પર સવાર યુવક પર વીજળી પડતા થયું મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં વીજળીઆ કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં બાઈક પર

અરવલ્લી / બાઈક પર સવાર યુવક પર વીજળી પડતા થયું મોત, બે મહિલાઓ ઈજાગ્રસ્ત

રાજ્યમાં આજે અનેક જિલ્લાઓમાં વીજળીઆ કડાકા-ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો છે. આ દરમિયાન અરવલ્લી જિલ્લામાં બાઈક પર સવાર યુવક પર વીજળી પડતા તે યુવકનું મોત થયું છે, સાથે બાઈક પર બે મહિલાઓ પણ હતી. 

વીજળી પડતા યુવા ખેડૂતનું મોત

આ અંગે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જીતપુર ગામે ગંધારીથી બાઈક પર આવી રહેલા  યુવા ખેડૂત  મહેશ ખાંટ પર વીજળી પડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો, જેના કારણે તેનું મોત થયું હતું. આ યુવક સાથે બાઈક પર રહેલી બે મહિલાઓ પણ વીજળી પડવાને કારણે ઈજાગ્રસ્ત થઈ હતી. 

આ યુવા ખેડૂતના મોતથી બે નાના સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. માલપુર પોલીસે મૃતકના મૃતદેહને પીએમ અર્થે ખસેડયો છે. જયારે ઇજાગ્રત બે મહિલાઓને સારવાર માટે  માલપુર સીએચસી ખસેડાઇ છે. 

મૃતક યુવક મહેશ ખાંટ

અરવલ્લીના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું

ગુજરાતમાં હાલ અમદાવાદ સહિત ઘણા જિલ્લોમાં ભારે ગરમી પડી રહી છે અને તાપમાન 40 ડિગ્રીને પાર થઈ ગયું છે. આવા ભર ઉનાળાના વાતાવરણમાં  રાજ્યના અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ પડ્યો છે.  આજે અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટા બાદ કમોસમી વરસાદ પડ્યો હતો અને ભિલોડાના જેશીંગપુર પંથકમાં કરા સાથે માવઠું પડ્યું હતું. શામળાજી પંથકમાં ભારે પવન ફૂંકાતા મંડપ અને મકાનના પાતરાને નુકસાન થયું હતું. 

આ સમાચાર શેર કરો